- ગાંધીનગરના પેથાપુરમાં ત્યજી દેવાયેલા બાળકનો મામલો
- ત્યજી દેવાયેલા આ બાળકને હવે કોઈ પણ દત્તક લઈ શકશે
- બાળકના પિતા અને આરોપી સચિન દિક્ષિતે (Accused Sachin Dixit) આપી મંજૂરી
- અત્યારે આ બાળક ઓઢવ સંરક્ષણ ગૃહમાં છે
- દત્તક લેવા માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા (Registration Process) હાથ ધરાશે
- ચાઈલ્ડ વેલફેર કમિટિએ (Child Welfare Committee) સબંધિત રિપોર્ટ સોંપ્યો
ગાંધીનગરઃ પેથાપુર નજીક ગૌશાળામાં (Pethapur Gaushala) ઓક્ટોબર મહિનામાં આરોપી સચિન દિક્ષિત (Accused Sachin Dixit) પોતાના બાળકને ત્યજી દીધો હતો. ત્યારબાદ આરોપી સચિન દિક્ષિતની (Accused Sachin Dixit) ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં આ મામલે એક પછી એક ખુલાસા સામે આવ્યા હતા. આરોપી સચિને પ્રેમિકા અને બાળકની માતા મહેંદી નામની મહિલાની હત્યા કરી હતી. ત્યારબાદ આત્યારે જેલમાં રહેલા બાળકને દત્તક લેવા પોતાની સંમતિ કાયદાકીય રીતે સચિને દર્શાવી છે, જેથી કાયદાકીય રીતે હવેથી આ બાળકને દત્તક લેવાશે.
આ પણ વાંચોઃપેથાપુર ઘટના મામલો : સચિન દિક્ષિતનો DNA રિપોર્ટ આવ્યો સામે,આરોપીના બન્ને બાળકો હતા
રાજ્યભરમાં આ કેસે ચકચાર મચાવી હતી
ચકચાર મચાવી ચૂકેલા આરોપી સચિન દિક્ષિતનો કેસ રાજ્યભરમાં ચર્ચામાં રહ્યો હતો. પોતાના 11 મહિનાના બાળકને ત્યજી આરોપી સચિન દિક્ષિત ત્યાંથી નાસી છૂટ્યો હતો. આ બાળકના માતાની હત્યા ખૂદ સચિને કરી છે. જ્યારે બાળકના વાલી વારસા તરીકે સચિન ખૂદ હત્યાના આરોપમાં જેલમાં છે. જોકે, બાળકને દત્તક આપવા માટે પિતા પાસેથી કાયદેસરની મંજૂરી મેળવવાની હોય છે. તે માટે આરોપી અને બાળકના પિતા સચિન દિક્ષિતને આ અંગે પૂછતા તેણે બાળકને દત્તક આપવા માટે સંમતિ આપી છે.