ગુજરાત

gujarat

By

Published : Jul 2, 2021, 5:33 PM IST

ETV Bharat / city

AAP ના કાર્યક્રમો હવે પોલીસ બંદોબસ્તમાં યોજાશે

છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ અને નેતાઓ પર હુમલા થઈ રહ્યાં છે. જેને ધ્યાનમાં લઇને રાજ્યના ગૃહવિભાગ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરાઈ છે કે રાજ્યમાં આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમો પોલીસ સુરક્ષા વચ્ચે યોજાશે.

AAP ના કાર્યક્રમો હવે પોલીસ બંદોબસ્તમાં યોજાશે
AAP ના કાર્યક્રમો હવે પોલીસ બંદોબસ્તમાં યોજાશે

  • રાજયના ગૃહવિભાગનો મહત્વનો નિર્ણય
  • રાજ્યમાં આપ(AAP)ના કાર્યક્રમમાં હશે પોલીસ સુરક્ષા
  • પોલીસ સુરક્ષા સાથે યોજવામાં આવશે કાર્યક્રમ
  • અગાઉ સોમનાથ અને વિસાવદરમાં આપના કાર્યકરો અને નેતાઓ પર થયા છે હુમલા

    ગાંધીનગર : ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને બાદ સુરત કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટીએ (AAP) પક્ષ તરીકે જવાબદારી સંભાળી છે. વર્ષ 2022માં આવનારી વિધાનસભાની ચૂંટણીને લઈને પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવી અને સુરતના વેપારી મહેશ સવાણીએ પણ આપનો સાથ લીધો છે. ત્યારે છેલ્લા કેટલાય દિવસથી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર હુમલાને ધ્યાનમાં લઇને રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આજે સત્તાવાર જાહેરાત કરાઈ છે કે આવનાર દિવસોમાં આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમો પોલીસ સુરક્ષા વચ્ચે યોજાશે.


    હુુમલાના 48 કલાકમાં ગૃહવિભાગ દ્વારા લેવાયો નિર્ણય

    આમ આદમી પાર્ટીના (AAP) કાર્યકર્તાઓ અને નેતાઓ ઉપર જૂનાગઢના વિસાવદર ખાતે હુમલો થયો હતો. ત્યારબાદ વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ પોલીસનો ઘેરાવો કરીને કાયદેસરની કાર્યવાહી અને કેસ નોંધાવવા માટેની માગ ઉઠાવી હતી. જેને ધ્યાને લઇને 48 કલાકમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવેથી આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમો પોલીસ સુરક્ષા હેઠળ જ યોજવામાં આવશે.

    આ પણ વાંચોઃ રાજ્ય સરકાર નિચ કક્ષાનુ રાજકારણ કરી રહી હોવાનો આક્ષેપ લગાવતાં આપ નેતા મહેશ સવાણી

ભાજપ દ્વારા હુમલો કરાયો હોવાના આક્ષેપ
આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને પૂર્વ પત્રકાર ઈશુદાન ગઢવીએ ભાજપ પર આક્ષેપ કર્યો હતો કે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પોતાના ઉપર થઈ રહેલા હુમલા ભાજપના કાર્યકરો દ્વારા જ કરવામાં આવી રહ્યાં છે. જ્યારે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે પણ ગુજરાતને બિહાર સાથે સરખાવ્યું હતું. ત્યારે ગુજરાત સરકારની અને ગુજરાત પોલીસની છબી જે રીતે ઉભી થઇ રહી હતી તેને સાફ રાખવા માટે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ સુરક્ષા વચ્ચે કાર્યક્રમ યોજવાની જાહેરાત કરવામાં આવી છે.


અગાઉ સોમનાથમાં પણ થયો હતો હુમલો
જૂનાગઢના વિસાવદર પહેલા સોમનાથ ખાતે પણ આમ આદમી પાર્ટીના (AAP) પ્રમુખ ગોપાલ ઇટાલીયા અને નેતા ઈશુદાન ગઢવી પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આમ હુમલાને હજી કલાકનો સમય વિતાવ્યો હતો., ત્યાં જૂનાગઢના વિસાવદરમાં પણ આવી ઘટના સામે આવી હતી. ત્યારે ફકત 48 કલાકની અંદર જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા આમ આદમી પાર્ટીના તમામ કાર્યક્રમો રેલી અને જિલ્લા પ્રવાસો પોલીસ સુરક્ષા હેઠળ યોજવાની તૈયારીઓ દર્શાવી છે.

ABOUT THE AUTHOR

...view details