ગાંધીનગર: ગાંધીનગરમાં પેપર લીક (Head clerk paper leak) કૌભાંડ મામલે ઇસુદાન ગઢવી, ગોપાલ ઇટાલીયા, પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના કાર્યકર્તા-નેતાઓ કમલમ ખાતે આવેદનપત્ર આપવા માટે ગયા હતાં, પરંતુ ત્યાં આપ દ્વારા ગેટ તોડવા સહીત ઉગ્ર દેખાવ (AAP protest at Kamalam) કરતાં હોબાળો થયો હતો. પરિણામે બીજેપી મહિલા કાર્યકર્તાઓએ છેડતી સહિતના આરોપ લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ પર 18 જેટલી કલમો લાગી હતી. ત્યારે ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા તેમની જામીન અરજી મંજુર કરવામાં આવી છે. આ શરતી જામીન (AAP leaders conditional bail ) હશે.
નેતાઓ અત્યારે સાબરમતી જેલમાં
આપ પાર્ટીના વકીલ પુનિત જુનેજાએ કહ્યું કે, આમ આદમી પાર્ટીના સ્ટુડન્ટ લીડર અને નેતાઓ અત્યારે સાબરમતી જેલ (AAP leader in Sabarmati jail)માં બંધ છે. જેમની જામીન અરજીની સુનાવણી ગઈકાલે પૂરી થઈ હતી. જે બાદ કોર્ટે ઓર્ડર રિઝર્વ રાખ્યો હતો અને અત્યારે કોર્ટે જામીન મંજૂર કર્યા છે. જો કે, ગઈ કાલે સરકારી વકીલે તેમના તરફથી થયેલી દલીલ રજૂ કરી હતી કે, ગાંધીનગરમાં વાઇબ્રન્ટ સમિટ (vibrant summit 2022) યોજાવા જઇ રહી છે, ત્યારે આંદોલન ના થાય તે હેતુથી તેમને ગાંધીનગર કોર્પોરેશન હદથી બહાર રાખવામાં આવે.
ઈશુદાન ગઢવી વિરુદ્ધ પણ ખોટા આરોપ