ગુજરાત

gujarat

ETV Bharat / city

AAP Paper Leak Protest: 64 આરોપીઓને જ્યુડિશીયલ કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં, એકના શરતી જામીન મંજૂર - આપ પાર્ટીનું પોસ્ટર

ગઇ કાલે સાંજે ગાંધીનગર કોર્ટમાં કમલમ મામલે થયેલી ફરિયાદના આધારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ (aam aadmi party workers)ને પોલીસના મોટા કાફલા સાથે હાજર કરાવામાં આવ્યાં હતાં. જેમાં 64 આરોપીઓને જ્યુડિશીયલ કોર્ટ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં હતાં અને એકના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યાં હતાં

AAP Paper Leak Protest: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AAPના 64 કાર્યકરોને કોર્ટમાં લવાયા, ફક્ત એકના જ જામીન મંજૂર
AAP Paper Leak Protest: ચુસ્ત બંદોબસ્ત વચ્ચે AAPના 64 કાર્યકરોને કોર્ટમાં લવાયા, ફક્ત એકના જ જામીન મંજૂર

By

Published : Dec 21, 2021, 11:03 PM IST

Updated : Dec 22, 2021, 10:09 AM IST

ગાંધીનગર: ગૌણ સેવા પસંદગી મંડળના પેપર લીક(GSSSB Head Clerk Exam 2021) મામલે ગઈકાલે આપના કાર્યકર્તાઓ (aam aadmi party workers) અમે નેતાઓએ મળી કમલમ ખાતે પહોંચી વિરોધ કર્યો (aap protest at kamalam) હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને 18 જેટલી કલમો લગાવવામાં આવી હતી, જેમાં ભાજપની મહિલા વિરદ્ધ ગેરવર્તણૂક-છેડતી કરી હોવાના આરોપો પણ લગાવવામાં આવ્યા છે. આ મામલે કોર્ટમાં આપના અરેસ્ટ કરાયેલા નેતાઓ અને કાર્યકર્તાઓને આજે ગાંધીનગર કોર્ટમાં હાજર કરાયા હતા.

64 લોકોને જામીન મળવાની શક્યતા ન હોવાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે.

ફક્ત એ વ્યક્તિના શરતી જામીન મંજૂર

આજે લવાયેલા આરોપીઓની ઓળખ પરેડ કરવામાં આવી હતી. ગઈકાલે મહિલાઓને જામીન ન મળતા ગઈકાલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવી છે ત્યારે આજે પણ આ 64 લોકોને જામીન મળવાની શક્યતા ન હોવાથી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. આ મામલે કોર્ટે ફક્ત એક વ્યક્તિના શરતી જામીન મંજૂર કર્યા છે. રજનીકાંત પરમાર નામના આરોપી યુવકને PSIની પરીક્ષા હોવાના કારણે તેને જામીન આપવામાં આવ્યા છે.

ઇસુદાન ગઢવીને પાછળના રસ્તેથી કોર્ટમાં પ્રેવશ કરાવવામાં આવ્યા

ઇસુદાન ગઢવીને પાછળના રસ્તેથી કોર્ટમાં પ્રેવશ (isudan gadhvi in gandhinagar court) કરાવવામાં આવ્યા હતા અને કોર્ટની પ્રક્રિયા પૂર્ણ થતા ત્યાંથી જ બહાર એક્ઝિટ કરાવવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ બસના ડ્રાઈવર-કંડક્ટર કે જેઓ આપ પાર્ટીના કાર્યકર્તાઓ (aap workers gandhinagar) સાથે આવ્યા હતા તેમને પણ સાથે લવાયા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જ્યુડિશિયલ કસ્ટડી જો થાય છે તો તમામને સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવશે. ત્યારબાદ જામીન અંગેની કાર્યવાહી (aap workers Bail proceedings) કરવામાં આવશે.

ઇટાલિયાએ પરીક્ષા રદ્દ થતા આભાર માન્યો

ગોપાલ ઇટાલિયાએ કોર્ટમાં પ્રવેશતાની સાથે જ પોલીસ વાનમાંથી ઉતરી આપ પાર્ટીનું પોસ્ટર (poster of aap party) બતાવ્યું હતું અને કોર્ટ રુમ બહાર ભારત માતા કી જય અને આમ આદમી પાર્ટીના નારા (AAP Paper Leak Protest) લગાવ્યા હતા. આ ઉપરાંત LRDની પરીક્ષા રદ્દ થઈ જેથી સૌનો આભાર એવું કહ્યું હતું. કોર્ટની કાર્યવાહી શરૂ થાય એ પહેલા 100થી વધુ જામીનદારને ડિટેઈન કરાયા હતા. કોર્ટની કાર્યવાહી પહેલા આપ લીગલ સેલ અધ્યક્ષ પ્રણવ ઠક્કરે કહ્યું કે, આપ પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ જેમને ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા છે. તેમના જામીનદારોને કોર્ટની કાર્યવાહી પહેલા ડિટેઈન કરવામાં આવ્યા છે. કોર્ટની કાર્યવાહી શરૂ થાય એ પહેલા 100થી વધુને ડીટેઈન કરાયા છે, જેમને ટેમ્પો ટ્રાવેલર થકી ડિટેઇન કરી લઈ જવામાં આવ્યા હતા.

અમદાવાદથી આવી રહેલા એડવોકેટને રસ્તામાંથી ડિટેઈન કરાયા

તેમણે વધુમાં કહ્યું કે, "અમદાવાદથી આવી રહેલા એડવોકેટને પણ રસ્તામાંથી ડિટેઈન કરાયા છે. આ મામલે અમે કોર્ટમાં રજૂઆત કરીશું. જ્યારે અન્ય જામીનદારને અમદાવાદ સરદારનગર પોલીસ સ્ટેશન (ahmedabad sardarnagar police station)માં ડિટેઈન કરવામાં આવ્યા હતા. સુલેહ-શાંતિનો ભંગ થાય અને ડિટેઈન કરે તો બરાબર છે, કાલે ઊઠીને તેઓ અમને વકીલોને પણ ડિટેઈન કરશે એ પ્રકારની નોબત અત્યારે આવી ચૂકી છે."

આ પણ વાંચો: GSSSB Head Clerk Exam 2021: હર્ષ સંઘવીની જાહેરાત, હેડ ક્લાર્કની પરીક્ષા રદ

આ પણ વાંચો: Yuvrajsinh Jadeja On Exam Cancle: ગૃહ વિભાગના આ નિર્ણયને અમે આવકાર્યો છે

Last Updated : Dec 22, 2021, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details