ગાંધીનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં બહુ ગાજેલી આમ આદમી પાર્ટીની ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ (gujarat assembly election 2022) પહેલા ડૂબતા જહાજ જેવી હાલત થઇ છે. પરિસ્થિતિ એવી આવી છે કે, જેમ ડૂબતા જહાજમાંથી ઉંદરડા પહેલાં ભાગે તેમ આમ આદમી પાર્ટીમાંથી કાર્યકરો (AAP Workers Gujarat) ભાગી રહ્યા છે. પહેલાં તો વિજય સુવાળાના પક્ષપલટા બાદ મહેશ સવાણીએ પણ પાર્ટીમાંથી રાજીનામું (Mahesh Savani Resigns From AAP)આપ્યું હતુ.
નાની પાર્ટીમાંથી મોટી પાર્ટીમાં આવવાનો રસ્તો
અમદાવાદ શહેરના પાર્ટીના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાયા હતા. તો આજે વધુ કેટલાક હોદ્દેદારો ભાજપ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં ભાજપ સાથે જોડાયા હતા. આમ આદમી પાર્ટીને સીડી બનાવીને કેટલાય કાર્યકરો ભાજપમાં આયાતી બની રહ્યા છે.
આ પણ વાંચો:Patil's message to Congress MLA: કોંગ્રેસના ધારાસભ્યો માટે ભાજપમાં 'No Entry'