ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર - gandhinagar news

આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટેનું મેનિફેસ્ટો જાહેર કરવામાં આવ્યું હતું. આ સાથે સ્ટાર પ્રચારક ઓપન જાહેર કર્યા હતા. જેમાં મનીષ સીસોદીયા પણ ચૂંટણી પ્રચારમાં ઉતરશે.

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર
ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર

By

Published : Apr 2, 2021, 10:34 PM IST

  • મનીષ સીસોદીયા પણ ચૂંટણી પ્રચારમાં ઉતરશે
  • 20 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ બહાર પડાયું
  • AAP દ્વારા ગેરન્ટી કાર્ડ જાહેર કરાયો

ગાંધીનગર: આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની તૈયારી પુરજોશમાં થઈ રહી છે ત્યારે AAP(આમ આદમી પાર્ટી) દ્વારા ઉમેદવારોના ફોર્મ ભરાયા બાદ મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી હતી. આ સાથે આમ આદમી પાર્ટીએ તેના સ્ટાર પ્રચારકોની પણ યાદી જાહેરાત કરી હતી. 20 જેટલા સ્ટાર પ્રચારકો ચૂંટણી મેદાનમાં આપના ઉતરશે. મેનિફેસ્ટોમાં આમ આદમી પાર્ટી દ્વારા કોર્પોરેશન કયા પ્રકારની સુવિધાઓ લોકોને જીત્યા બાદ આપશે તેની જાહેરાત પણ કરવામાં આવી હતી.

ગાંધીનગર કોર્પોરેશન ચૂંટણીઃ AAPએ કર્યો મેનિફેસ્ટો જાહેર

આ પણ વાંચોઃ AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ ETV ભારત સાથે કરી ખાસ વાતચીત

વોર્ડ દીઠ એક રાજ્ય અધિકારીની વોર્ડ પ્રભારી તરીકે નિમણૂક કરાઈ

આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ગાંધીનગર ખાતે દરેક વોર્ડ દીઠ એક રાજ્ય અધિકારીની વોર્ડ પ્રભારી તરીકેની નિમણુંક કરાઇ છે. જેમાં 11 વોર્ડ માટે આ નિમણૂક કરવામાં આવશે. જેમાં પ્રદેશ સંગઠન મંત્રી, કિસાન સંગઠન મંત્રી, સંસ્થાપક સિટી પ્રમુખ વગેરે વોર્ડ પ્રમાણે નિમવામાં આવ્યા છે. આ ઉપરાંત ગેરંટી કાર્ડમાં અત્યારથી જ કેટલાક વાયદાઓ ગાંધીનગર કોર્પોરેશનને લગતા કરવામાં આવ્યા છે.

10 સરકારી અંગ્રેજી શાળા શરૂ કરવાની વાત ગેરંટી કાળમાં કરવામાં આવી

ગોપાલ ઇટાલિયા દ્વારા ગેરંટી કાર્ડની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતુ કે જો તેઓ જીતશે તો 10 સરકારી અંગ્રેજી શાળા શરૂ કરશે, પરીક્ષાઓની તૈયારી માટે કોચીંગ સેન્ટર પણ ઊભા કરવામાં આવશે, આરોગ્યને લગતા કાર્યો પણ થશે, જેમાં સિનિયર સિટિઝનના મેડિકલ ચેકઅપ કરવામાં આવશે, નવા જોડાયેલા ગામોમાં મૂળ સુવિધાઓ પૂરી ન થાય ત્યાં સુધી વેરા નહીં લેવામાં આવે, મિલકત વેરા પ્રોપર્ટી ટેકસમાં 50 ટકાનો ઘટાડો કરાશે, સિટી એસટી બસ શરૂ કરાશે, ક્રિકેટ એકેડમી નવી બનાવાશે, કોમ્યૂનિટી હોલ, મહિલા માટે સ્પોર્ટ્સ એકેડેમી તેમજ લારી-પાથરણાવાળા માટે પ્રમાણપત્રો આપવામાં આવશે જેમને પોલીસની કનડગત નહીં રહે.

આ પણ વાંચોઃ ગાંધીનગર મહાનગરપાલિકા તડજોડનું રાજકારણ, હવે 18 એપ્રિલે ચૂંટણી

AAP દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરાઈ

સ્ટાર પ્રચારકોની યાદીમાં સૌથી મોખરાનું નામ દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાનું છે. ત્યાર બાદ રાજેન્દ્ર પાલ ગૌતમ, આતીશજી, રીતુરાજ ઝા, ગુલાબ સિંહ યાદવ સહિતના દિલ્હીના MLA પણ ચૂંટણી પ્રચારમાં ઉતરશે. AAPના પ્રભારી રાજેશ શર્મા, પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા સહિતના સ્ટાર પ્રચારકો મેદાનમાં ઉતરશે.

ABOUT THE AUTHOR

...view details