- વીડિયો અને એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઈ
- બીજેપીના કાર્યકર્તાઓ સાથે મિટિંગ કરતા હોવાનો આક્ષેપ
- કમિશનર કાફલા સાથે ભાટ ગામ પહોંચ્યા હતા
ગાંધીનગર : કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે ત્રિપાંખિયા આ જગમાં 11 વોર્ડમાં તમામ પાર્ટીઓ દ્વારા પ્રચાર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે, ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે, ભાજપના પ્રચાર માટે મ્યુનિસિપલ કમિશનરે નવા સમાવાયેલા 8 ગામોની મુલાકાત લઇ તમારી સમસ્યાનું નિરાકરણ અમે કરીશું. તમે ભાજપને વોટ આપજો તેઓ આક્ષેપ તેમણે કર્યો છે. ગંભીર આક્ષેપ લાગતા ચૂંટણી પ્રચારમાં આ ચર્ચાનો મુદ્દો બન્યો હતો.
"આપ" દ્વારા એફિડેવિટ સાથે ચૂંટણી કમિશનને ફરિયાદ કરાઈ
ભાટ ગામના રહેવાસી એવા રણજીત વાણિયાએ આ મામલે એફિડેવિટ કરી હતી અને તેમાં જણાવ્યું હતું કે, મ્યુનિસિપલ કમિશનર ધવલ પટેલ દ્વારા અમારા વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને તેમને રોડ રસ્તા અન્ય કોઈપણ જાતની તકલીફ હોય તો અમને જણાવો અમે તાત્કાલિક ધોરણે નિકાલ કરીશું, પરંતુ તમારે મત ભાજપને આપવો પડશે. તમારા કામ અમે ચૂંટણી પહેલા કરીશું આવી લાલચ અમને આપી હતી. જે અમને યોગ્ય ના લાગતા અમે ચૂંટણી કમિશનને ફરિયાદ કરવા એફિડેવિટ કરી છે. તેવો તેમને ઉલ્લેખ કર્યો હતો. "આપ" દ્વારા વિરોધ કરતા મ્યુનિસિપલ કમિશનરને રજા પર ઉતારી દેવાની માંગ કરી છે.
પ્રજા પર પ્રભાવ પાડવા કોર્પોરેશનની 25ની ટીમ લઈને મિટિંગ કરી રહ્યા હતા- કોંગ્રેસ