ગાંધીનગર:ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ સ્કૂલ એજ્યુકેશન એન્ડ લીટરસી, શિક્ષણ મંત્રાલય, તેમજ ગુજરાતના શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે મહાત્મા મંદિર, ગાંધીનગરમાં(Mahatma Mandir Gandhinagar) 1 અને 2 જૂન 2022ના રોજ બે દિવસીય નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરની બેઠક(National Conference of School Education Minister) યોજાનાર છે. ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે તેમજ કેન્દ્રીય શિક્ષણપ્રધાન(Union Minister of Education) ધર્મેન્દ્ર પ્રધાન, ગુજરાતના શિક્ષણપ્રધાન(Minister of Education of Gujarat) જીતુ વાઘાણી અને દેશભરના શિક્ષણ પ્રધાનોની ઉપસ્થિતિમાં બે દિવસીય કોન્ફરન્સ ખુલ્લી મુકાશે.
આ પણ વાંચો:PM Modi Conversation With Students: PM મોદીએ તાપીના ઊંટાવદ ગામના શિક્ષકો અંને વિદ્યાર્થીઓ સાથે કર્યો ઈ-સંવાદ
શિક્ષણ પરિવર્તન પર ચર્ચા - શિક્ષણ વિભાગ દ્વારા વધુમાં જણાવાયું છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને(Dream of Digital India) સાકાર કરી ટેકનોલોજીના માધ્યમથી સમગ્ર ગુજરાતના શિક્ષણમાં આમૂલ પરિવર્તન લાવનાર શિક્ષણ વિભાગ અંતર્ગત ચેતના કેન્દ્ર સમાન વિદ્યા સમીક્ષા કેન્દ્ર(Vidya Samiksha Kendra) કાર્યાન્વિત કરવામાં આવ્યું છે. આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગત તારીખ 18 એપ્રિલ, 2022ના રોજ મુલાકાત કરીને કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020માં અમલીકૃત કરવા માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર જેવા સંસ્થાનની એક ખૂબ મહત્વની ભૂમિકા ભજવશે. જેના અનુસંધાનમાં આ બે દિવસીય કોન્ફરન્સનું આયોજન દેશના પ્રથમ એવા વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ગાંધીનગર, ગુજરાત ખાતે કરવામાં આવ્યું છે.
તમામ રાજ્યના શિક્ષણ પ્રધાન રહેશે હાજર -ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેવા તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિધિવત નિમંત્રણ આપવામાં આવ્યું છે. આ કોન્ફરન્સમાં ભાગ લેવા મોટા ભાગના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના શિક્ષણપ્રધાન , શિક્ષણ સચિવઓ અને અન્ય પ્રતિનિધી મંડળો ઉપસ્થિત રહેનાર છે.
વિદ્યા સમીક્ષા કેન્દ્ર પર ચર્ચા -આ કોન્ફરન્સમાં 1 જૂનના રોજ દેશભરમાંથી ઉપસ્થિત રહેનાર મહાનુભાવોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિના(National Education Policy) અમલીકરણમાં ભાગ રૂપે ટેકનોલોજી દ્વારા શિક્ષણ અને ગવર્નન્સને ઉદાહરણ રૂપે રજૂ કરતા કોન્ફરન્સના હાર્દ સમા વિદ્યા સમીક્ષા કેન્દ્રથી સંપૂર્ણપણે માહિતગાર કરવામાં આવશે. જેમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની ગતિવિધિઓ અને કાર્યપ્રણાલીઓ રૂબરૂ નિહાળે અને સમજે, સાથોસાથ વિદ્યા સમીક્ષા કેન્દ્રથી કેવી રીતે સમગ્ર ગુજરાતના શિક્ષણને મોનિટર કરી, બાળકોને આપવામાં આવતા શિક્ષણની ગુણવત્તામાં કેવી રીતે ઉત્તરોત્તર પ્રગતિ થઈ છે તેનું ડેટા આધારિત નિદર્શન પ્રત્યક્ષ નિહાળે તે હેતુથી કેન્દ્રના શિક્ષણ પ્રધાન સહિત તમામ મહાનુભાવો આખા દિવસ દરમિયાન અલગ-અલગ ચાર જૂથમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેશે. આ ઉપરાંત ગાંધીનગરમાં આવેલ બાયસેગ, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી(National Forensic Science University) અને ઈન્ટરનેશનલ ઓટોમોબાઈલ સેન્ટર ઓફ એક્સેલન્સ (International Automobile Center of Excellence)ની પણ મુલાકાત કરશે. આ તમામ મહાનુભાવો રાત્રે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે સૌજન્ય મુલાકાત કરશે.
આ પણ વાંચો:શિક્ષકોને લઈને મોટા સમાચાર : સરકાર દ્વારા કરવામાં આવી મહત્વની જાહેરાત, થશે મોટો ફાયદો...
2 જૂનનો કાર્યક્રમ -જ્યારે 02 જૂનના રોજ આ કાર્યક્રમ અંતર્ગત મહાત્મા મંદિર ખાતે વિધિવત કોન્ફરન્સ યોજાશે. જેમાં ઉદઘાટનથી લઈ અન્ય ચર્ચા ગોષ્ઠિઓ અને પ્રેઝન્ટેશન જેવા વિવિધ કાર્યક્રમો સમગ્ર દિવસ દરમિયાન યોજાશે. જેમાં નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ચાલતી શ્રેષ્ઠ યોજનાઓ, નેશનલ એજ્યુકેશન પોલિસીના અમલીકરણ, નેશનલ એજ્યુકેશન ટેકનોલોજી ફોરમ(National Education Technology Forum), નેશનલ ડિજિટલ એજ્યુકેશન આર્કીટેક્ચર(National Digital Education Architecture) વિગેરે ઉપર વિસ્તૃત ચર્ચા તેમજ પ્રેઝન્ટેશન રજૂ થનાર છે. સાથોસાથ આ કાર્યક્રમમાં પધારેલા વિવિધ રાજ્યોના શિક્ષણપ્રધાનો ઓ એક-બીજા સાથે ચર્ચા કરી પોત-પોતાના રાજ્યોમાં બાળકોના શિક્ષણ માટે લીધેલ હકારાત્મક અને નોંધપાત્ર પગલાઓ વિશે આદાન-પ્રદાન કરશે. જેના થકી સમગ્ર ભારત દેશમાં થયેલા શિક્ષણના નોંધપાત્ર પ્રકલ્પો અને વિવિધ યોજનાઓનો લાભ સમગ્ર ભારતના વિદ્યાર્થીઓને મળશે.