ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનામાં દિવંગત થયેલા મીડિયાકર્મીઓના આત્માની શાંતિ અર્થે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ - શ્રદ્ધાંજલિ સભા

સમગ્ર વિશ્વમાં કાળો કેર વર્તાવનારા કોરોના વાઇરસના ગાંધીનગરના મીડિયા ક્ષેત્રને પણ પોતાની ઝપટમાં લઈ લીધુ હતું. ગાંધીનગરના મીડિયા ક્ષેત્ર સાથે સંકળાયેલા કેટલાક મીડિયાકર્મીઓ તેમજ કેટલાક મીડિયાકર્મીઓના પારિવારિક સ્વજનો કોરોના સંક્રમણને કારણે મોતને ભેટ્યા છે. જેમના દિવંગત આત્માને સદગતિ અને શાંતિ મળે, તેવા હેતુથી રવિવારના રોજ ગાંધીનગરના સેક્ટર - 11માં અખબાર ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી.

શ્રદ્ધાંજલિ સભા
શ્રદ્ધાંજલિ સભા

By

Published : Jun 6, 2021, 10:26 PM IST

  • અખબાર ભવન ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજાઇ
  • દિવંગત પત્રકારોના આત્માને સદગતિ અને શાંતિ માટે કરાઈ પ્રાર્થના
  • યુવા મીડિયાકર્મીઓ પણ કોરોના મહામારીનો ભોગ બન્યા

ગાંધીનગર : જિલ્લાના પત્રકારો કોરોના મહામારીમાં પણ પોતાના જીવના જોખમે કાર્યરત રહીને પ્રજાને કોરોના મહામારીની પળેપળની ખબર આપતા રહ્યા છે અને જ્યાં કોઈ ખોટું થઈ રહ્યું હોય તો તેને જનતા સમક્ષ લાવતા રહ્યા છે, જ્યારે કોઈ સારી બાબત જણાઈ ત્યાં તેને પ્રસિદ્ધિ આપીને પ્રસંશા પણ કરી છે.

પ્રજાને સતત મહામારીથી જાગૃત કરવા સાથે પરિસ્થિતિની ગંભીરતા સમજાવી

પ્રજાને સતત કોરોના મહામારીથી જાગૃત કરવા સાથે પરિસ્થિતિની ગંભીરતા સમજાવી છે અને તે સાથે વહીવટી તંત્રને તેની નજર બહાર રહી જતી ચૂક અંગે પણ ધ્યાન દોર્યું છે. જો કે, કોરોના કાળના સમયમાં જ્યારે નાગરિકો પોતાના લોકડાઉનમાં પોતાના ઘરમાં સુરક્ષિત હતા, ત્યારે સતત હિંમતપૂર્વક ખડે પગે પોતાની ફરજ નિભાવવામાં પાટનગરના પત્રકારોએ પાછીપાની કરી નથી. જેના ફળસ્વરૂપે ગાંધીનગરના અખબારી આલમ અને મીડિયા ક્ષેત્રે સંકળાયેલા કેટલાક હોનહાર વરિષ્ઠ પત્રકારો અને યુવા મીડિયાકર્મીઓએ કોરોના મહામારીમાં પોતાનો જીવ ગુમાવ્યો છે.

પત્રકારોના દિવંગત આત્માને સદગતિ અને શાંતિ મળે તે હેતુથી પ્રાર્થના કરવામાં આવી

ગાંધીનગરના અખબાર ભવન ખાતે યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં સ્વ શારદા શુક્લ, સ્વ અનિરુદ્ધસિંહ ઝાલા, સ્વ કિર્તિકુમાર ઠક્કર, પ્રેસ ફોટોગ્રાફર સ્વ હિરેનભાઈ રાવલ સહિત અનેક મીડિયાકર્મીઓના પારિવારિક સ્વજનોનું પણ કોરોના મહામારી દરમિયાન દુઃખદ અવસાન થયું છે. જેને અનુલક્ષીને તેમના દિવંગત આત્માને સદગતિ અને શાંતિ મળે, તે હેતુથી પ્રાર્થના કરવામાં આવી હતી. આ શ્રદ્ધાંજલિ સભા દરમિયાન સરકારની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સહીત ફરજિયાત માસ્ક જેવા નિયમોનું પાલન કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details