ગુજરાત

gujarat

ETV Bharat / city

6 કોર્પોરેશનની 576 બેઠક પર કુલ 3,317 ઉમેદવારી ફોર્મ ભરાયા - આમ આદમી પાર્ટી

21 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે, ત્યારે 5 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જામનગર અને ભાવનગરમાં કુલ 919 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જ્યારે આજે શનિવારે અંતિમ દિવસમાં 2,397 જેટલા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આમ 6 કોર્પોરેશનમાં કુલ 3,317 લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

6 કોર્પોરેશનની 576 બેઠક પર કુલ 3,317 ઉમેદવારી ફોર્મ ભરાયા
6 કોર્પોરેશનની 576 બેઠક પર કુલ 3,317 ઉમેદવારી ફોર્મ ભરાયા

By

Published : Feb 6, 2021, 10:58 PM IST

  • દાવેદારીનો સમય પૂર્ણ, હવે ફોર્મ પરત ખેંચવાની સિઝન
  • 6 કોર્પોરેશનમાં કોંગ્રેસ, ભાજપ અને અન્ય પક્ષના 3,317 ઉમેદવારો મેદાને
  • અત્યારસુધીમાં સૌથી વધુ અમદાવાદ 957 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

ગાંધીનગર: 21 ફેબ્રુઆરીના રોજ કોર્પોરેશનમાં મતદાનની પ્રક્રિયા હાથ ધરવાની છે, ત્યારે 5 ફેબ્રુઆરીના દિવસે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જામનગર અને ભાવનગરમાં કુલ 919 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું, જ્યારે આજે શનિવારે અંતિમ દિવસમાં 2,397 જેટલા ફોર્મ ભરવામાં આવ્યાં હતાં. આમ 6 કોર્પોરેશનમાં કુલ 3,317 લોકોએ ઉમેદવારી નોંધાવી છે.

સૌથી વધુ અમદાવાદમાં ઉમેદવારી

શુક્રવારના દિવસની જો વાત કરવામાં આવે તો સૌથી વધુ ઉમેદવારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નોંધાઈ છે. 303 ઉમેદવારોએ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી હતી, જ્યારે આજે શનિવારે અંતિમ દિવસમાં 654 વધુ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. આમ ફક્ત અમદાવાદ શહેરમાં જ 957 લોકોએ દાવેદારી નોંધાવી છે, જ્યારે સૌથી ઓછી વાત કરવામાં આવે તો જામનગર 303 ફોર્મ ભરવામાં આવ્યાં છે.

ક્યાં કેટલા ફોર્મ ભરાયા

કોર્પોરેશન ફોર્મની સંખ્યા
અમદાવાદ 957
ભાવનગર 449
જામનગર 303
રાજકોટ 539
સુરત 731
વડોદરા 338
કુલ 3,317

8 ફેબ્રુઆરી ફોર્મ ચકાસણી અને 9 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોર્પોરેશન વિસ્તારોમાં કુલ 3,317 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે, ત્યારે હવે 8 ફેબ્રુઆરીના રોજ ફોર્મ ચકાસણી કરવામાં આવશે અને 9 ફેબ્રુઆરીએ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details