- મિત્રને એપ્રિલ ફૂલ બનાવવું ભારે પડ્યું
- માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર સાથે ચેડા
- ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કિશોરને ઝડપી પાડવામાં આવ્યો
ગાંધીનગર: તાજેતરમાં સોશિયલ મીડિયામાં મેસેજ ફરતો થયો હતો કે, બોર્ડની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર સાથે ચેડા કરવાનો આ મામલો સેક્ટર 7 પોલીસમથકે નોંધાયો હતો. જેનો ભેદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ઉકેલવામાં આવ્યો હતો. જેમાં જાણવા મળ્યું હતું કે, એક કિશોરે અન્ય મિત્રને એપ્રિલ ફૂલ બનાવવા માટે માધ્યમિક શિક્ષણ બોર્ડના પરિપત્ર સાથે ચેડા કરી તારીખમાં ફેર બદલ કર્યો હતો. મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા કિશોરને ક્રાઇમ બ્રાન્ય દ્વારા શોધી કાઢવામાં આવ્યો છે.