- રાજ્યમાં મ્યુકોરમાઇકોસીસના દર્દીમાં વધારો
- ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનથી તો દર્દી નથી વધ્યાને તે બાબતે થશે અભ્યાસ
- રાજ્યમાં ત્રીજી લહેર માટે પણ ટાસ્ક ફોર્સ ની તૈયારીઓ
- તમામ મોરચે તૈયારી કરવા સરકારનું આયોજન
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એપ્રિલ મહિનામાં આવેલી બીજી લહેરને કારણે રાજ્યમાં ઓક્સિજન અને હોસ્પિટલમાં બેડની અછત સર્જાઈ હતી ત્યારે રાજ્ય સરકારે ઇન્ડસ્ટ્રીયલ યુનિટમાં વપરાતા ઓક્સિજનને હોસ્પિટલમાં ટ્રાન્સફર કર્યા હતા ત્યારે હવે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના કારણે મ્યુકોરમાઇકોસીસના દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોવાની વાત સામે આવી છે. ત્યારે રાજ્ય સરકારે પણ એક ખાસ ટાસ્ક ફોર્સની રચના કરીને તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: મ્યુકોરમાઈકોસીસનો ખતરો વધ્યો,અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 300થી વધુ દર્દીઓ સારવાર હેઠળ
ગુજરાત રાજ્યના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે જણાવ્યું હતું કે,
રાજ્યમાં જે રીતે મ્યુકોરમાઇકોસીસના કેસ વધી રહ્યા છે ત્યારે ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનના કારણે કેસમાં વધારો થઈ ગયો હોવાના કારણો ધ્યાનમાં લઈને પણ ખાસ ફોર્સની રચના કરવામાં આવી છે. જેમાં તમામ પ્રકારના પાસાઓની તપાસ કરવામાં આવશે. જ્યારે ગુજરાતમાં કોરોનાની બીજી લહેર આવે તો તેને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉથી જ તૈયારી કરી લેવામાં આવી છે અને આ માટે પણ ખાસ પેનલના સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની મદદથી તપાસ અને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી મ્યુકોરમાઇકોસીસનો રોગ વધ્યો કે નહીં તે બાબતે ટાસ્ક ફોર્સની રચના કરાઈ
મેડિકલ ઓક્સિજનમાં SOPનું પાલન થાય, જ્યારે ઇન્ડસ્ટ્રીઝ ઓક્સિજનમાં SOP પાલન નથી થતું : ડૉ. પ્રવિણ ગર્ગ
મેડિકલ ઓક્સિજન સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલનું ફરજિયાત પ્રમાણે પાલન કરવાનું હોય છે જ્યારે છ મહિનાના અંતરે સરકાર દ્વારા ઇન્સ્પેક્શન પણ કરવામાં આવે છે પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન માટે આવી કોઈ સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ સિસ્ટમ પાલન કરવાનું હોતું નથી. જ્યારે ઇન્ડસ્ટ્રીના ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લી જગ્યામાં પડ્યા હોય છે. આ સાથે જ બન્ને ઓક્સિજનની ગુણવત્તામાં પણ થોડો ઘણો ફરક હોય છે.
આ પણ વાંચો: ગુજરાતમાં બાળકો નથી રહ્યા સુરક્ષિત, 15 વર્ષીય બાળકને થયો મ્યુકોરમાઈકોસીસ
ઓક્સિજનથી જ મ્યુકોરમાઈકોસીસથયું હોય એવું ચોક્ક્સ ન કહી શકાય
ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજન દર્દીઓની સંખ્યામાં વધારો થયો હોય તેવું ચોક્કસપણે કહી ન શકાય તેવું નિવેદન પણ અમદાવાદના ડોક્ટર પ્રવિણ ગર્ગે આપ્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, માર્ચ મહિનામાં જે રીતની કોરોનાની બીજી લહેર આવી હતી ત્યારે અમુક લોકો ઘરે પોતાની રીતે સારવાર લેતા હતા, જે લોકોએ ઓક્સિજન સપોર્ટ પર ન હતા તેઓ પણ આ બીમારીનો ભોગ બન્યા છે. જ્યારે હોમ આઇસોલેશનમાં રહેલા દર્દીઓએ ડોક્ટરની સલાહ વગર સ્ટીરોઈડનું વધારે પડતો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવા પણ કિસ્સાઓ સામે આવ્યા છે. આમ મ્યુકોરમાઇકોસીસ થવાના અનેક કારણો છે. જેથી ફક્ત ઇન્ડસ્ટ્રીયલ ઓક્સિજનથી જ કોરોના દર્દીઓનો વધારો થયો છે તેવું ચોક્કસપણે કહી શકાય નહીં.