- નેશનલ ફોરેન્સિક યુનિવર્સિટીમાં ડ્રગ્સ લેબોરેટરી બનાવવામાં આવી
- સંશોધન બાદ એક ખાસ પ્રકારની કીટ તૈયાર કરાશે
- આ કીટને દેશના તમામ રાજ્યોના પોલીસ સ્ટેશનમાં આપવામાં આવશે
ગાંધીનગર: સમગ્ર દેશમાં financial fraud બાદ હવે હ્યુમન ટ્રાફિકિંગ અને ડ્રગ્સના કેસના કિસ્સાઓ સામે આવ્યાં છે. ત્યારે આ કિસ્સામાં પોલીસને પણ મહદ અંશે સફળતા પ્રાપ્ત થતી નથી અને ગુનેગારો આસાનીથી પોલીસના હાથેથી છટકી જાય છે. ત્યારે હવે ગુનેગારો પોલીસની પકડમાંથી છટકે નહીં તે માટે ગાંધીનગરની નેશનલ ફોરેન્સીક સાયન્સ યુનિવર્સીટી ( National Forensic Science University )માં ખાસ ડ્રગ્સની તપાસ માટે લેબોરેટરી ( laboratory ) બનાવવામાં આવી છે. જેમાં ડ્રગ્સ ( Drugs ) વિશે તમામ માહિતી આપવામાં આવશે.
ડ્રગ્સનું પ્રમાણ કેટલું છે, ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તે અંગેની તમામ માહિતી મળી શકશે
ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીના સત્તાધીશો તરફથી મળતી માહિતી પ્રમાણે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીની અંદર રિસર્ચ અંગે એક ખાસ પ્રકારની લેબોરેટરી તૈયાર કરવામાં આવી છે. જેમાં ડ્રગ્સ ( Drugs ) અંગેનું સંશોધન કરવામાં આવશે. આ સંશોધન થયા બાદ એક ખાસ પ્રકારની કીટ તૈયાર કરવામાં આવશે. જે દેશના તમામ પોલીસ સ્ટેશનને આ કિટ આપવામાં આવશે. જેથી પોલીસ ગણતરીની કલાકોમાં જ ડ્રગ્સનું પ્રમાણ કેટલું છે અને ડ્રગ્સ ક્યાંથી આવ્યું છે તે અંગેની તમામ માહિતી મળી શકશે.
આ પણ વાંચોઃ 2018 Drug case: પાકિસ્તાનથી જખૌ ઉતરેલું ડ્રગ્સ ગાંધીધામથી...