- પ્રદિપસિંહના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ
- જરૂર તો 1,350થી વધુ મેટ્રિક ટનની છે
- ગૃહપ્રધાને પોલીસ કર્મીઓની કામગીરીના વખાણ કર્યા
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે અને નાગરિકોને સુરક્ષા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે ભારત સરકારની ગાઇડલાઇન મુજબ રાજ્યના 36 નગરોમાં ગૃહ વિભાગ દ્વારા રાત્રિ કરફ્યૂ સહીતના વિવિધ નિયંત્રણો લાગુ કર્યા છે. આ નિયંત્રણોના અસરકારક અમલ માટે ગૃહ રાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ હતી. આ દરમિયાન કોરોના વોરિયર તરીકે યોગ્ય કામગીરી કરનારાનું ગૃહપ્રધાને સન્માન પણ કર્યું હતું.
આ પણ વાંચો : રાજ્યના દરેક ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ઓછામાં ઓછા રૂપિયા50 લાખ રૂપિયા ફરજિયાત ફાળવવાના રહેશે
કોરોનાના કેસ વધતા ગ્રામ્ય કક્ષાએ રાજ્યના જુદા જુદા વિભાગોને કામે લગાડવામાં આવ્યા
ગુજરાતના ગ્રામિણ વિસ્તારોમાં કોરોના વધુ ફેલાય નહીં તે માટે 'મારું ગામ કોરોના મુકત ગામ' મુહીમના ભાગરૂપે રાજ્યના જુદા જુદા વિભાગોને કામે લગાડવામાં આવ્યા છે. તેવું પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું. પોલીસ કર્મીઓ શ્રેષ્ઠ કામગિરી કરી રહ્યા છે. રાજ્યના 3,100 કરતા વધુ પોલીસ કર્મીઓ સંક્રમિત થયા છે. તો કેટલાકના મૃત્યુ પણ થયા છે. જે મૃત્યુ પામ્યા તેમને શોકાંજલી આપવામાં આવી હતી. માસ્ક પહેર્યા વિના ન ફરે તે માટે હાઈકોર્ટે સૂચન કર્યું એ મુજબ દંડ લેવામાં આવે છે. કરફ્યૂનો અમલ કરવામાં આવે છે, નકલી ઇન્જેક્શન વેચતા મોતના સોદાગરોને પણ જેલના હવાલે કર્યા છે. આ પ્રકારની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.