ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં નવું કૌભાંડ, અધિકારીઓએ વિદ્યાર્થિનીની સાયકલને પણ ન છોડી - વિપુલ સાયકલ સ્ટોર્સ

ગાંધીનગર: રાજ્યમાં ૨૫ વર્ષથી સત્તાધારી ભાજપ સરકારમાં મોટા પાયે કૌભાંડો બહાર આવી રહ્યાં છે. હવે આ સીલસીલામાં બીજૂં કૌભાંડ સામેલ થયું છે. શિક્ષણ વિભાગના અધિકારીઓ અને સાયકલ વિક્રેતાએ સરસ્વતી સાધના યોજના હેઠળ આપવામાં આવતી સાયકલમાં કૌભાંડ આચર્યું છે. મળતી માહિતી મુજબ, યોજનામાં મળતી સાઈકલ 4000 રૂપિયામાં બજારમાં વેચવામાં આવી રહી છે.

સાયકલ કૌભાંડ

By

Published : Nov 12, 2019, 7:19 PM IST

Updated : Nov 12, 2019, 8:08 PM IST

ગાંધીનગર શહેરના સેક્ટર 13મા રહેતા દશરથભાઈ પટેલે સેક્ટર 22માં આવેલ વિપુલ સાયકલ સ્ટોર્સમાંથી સાઈકલ ખરીદવાનું વિચાર્યું હતું. દશરથભાઈ સાયકલની ખરીદી કરવા સ્ટોર્સમાં ગયા તો ત્યાંના માલિકે સરસ્વતી સાધના યોજના હેઠળ મળતી સાઈકલ રૂપિયા 4000 લેખે તેમને આપી હતી. જેને લઇને રાજ્ય વ્યાપી સાયકલ કૌભાંડ સામે આવ્યું છે.

રાજ્યમાં નવું કૌભાંડ બહાર આવ્યું,

સરકારી અધિકારીઓ અને સાયકલ વિક્રેતાઓની મિલીભગતથી સમગ્ર રાજ્યમાં આ કૌભાંડ ચાલી રહ્યું હોય તેવા સંકેત મળી રહ્યા છે. ગાંધીનગરના સેકટર 27માં આવેલી સરકારી શાળામાં સાયકલો બનાવવામાં આવી રહી છે. જ્યારે સેક્ટર 21માં આવેલા એક ખાનગી મકાનને સાયકલના ગોડાઉન તરીકે રાખવામાં આવ્યું છે અને ત્યાંથી જ સાયકલ વિક્રેતા દ્વારા વેચાણ કરવામાં આવી રહ્યું છે.

સાયકલ ખરીદનાર દશરથભાઈ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, તેમણે 4000 રૂપિયા આપીને સેક્ટર 22માંથી સાયકલ ખરીદી છે. જ્યારે વિક્રેતાએ સમગ્ર કૌભાંડને છુપાવવા માટે કાલાવેલી કરી હતી.

Last Updated : Nov 12, 2019, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details