ગુજરાત

gujarat

ETV Bharat / city

કેબિનેટ બેઠકમાં રામ મંદિર શિલાન્યાસનો આભાર પ્રસ્તાવ રજૂ કરાયો: સૌરભ પટેલ

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિપૂજન થયા બાદ કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રામ મંદિર શિલાન્યાસનો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

saurabh-patel
કેબિનેટ બેઠકમાં રામ મંદિર શિલાન્યાસનો આભાર પ્રસ્તાવ રજૂ કરાયો: સૌરભ પટેલ

By

Published : Aug 5, 2020, 6:06 PM IST

ગાંધીનગરઃ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બુધવારે સવારે અયોધ્યા ખાતે રામ મંદિરનું ભૂમિપૂજન થયા બાદ કેબિનેટ બેઠક મળી હતી, જેમાં રામ મંદિર શિલાન્યાસનો આભાર પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો.

કેબિનેટ બેઠકમાં રામ મંદિર શિલાન્યાસનો આભાર પ્રસ્તાવ રજૂ કરાયો: સૌરભ પટેલ

આભાર પ્રસ્તાવ બાબતે રાજ્યના કેબિનેટ પ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું કે, 500 વર્ષ જૂનો પેચીદો મુદ્દો હવે પૂર્ણ થયો છે, અને તમામ લોકોનું રામ મંદિરનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે. બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કર્યો છે, ત્યારે આજની કેબિનેટ બેઠકમાં રામ મંદિર બાબતે આભાર પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, રાજ્યના તમામ કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રામ મંદિર માટે અભિનંદન પાઠવ્યા હતા, સાથે જ કેબિનેટ બેઠક દરમિયાન તમામ પ્રધાનોએ એકબીજાને મીઠાઈ પણ ખવડાવી હતી.

ABOUT THE AUTHOR

...view details