ગુજરાત

gujarat

ETV Bharat / city

PMના સપનાનો પ્રોજેક્ટ 'ગીરનાર રોપ વે' તાકીદે શરૂ થાય તે માટે રાજ્ય સરકારનું મનોમંથન

ગાંધીનગરઃ ગિરનાર પર્વત પર અંબાજી મંદિર સુધી બની રહેલા ગિરનાર રોપ-વેના કામોમાં ગતિ આવે અને કામ સમયસર પૂર્ણ થાય તે માટે મુખ્યપ્રધાન રુપાણીએ બેઠક યોજી હતી. આ બેઠક તેમના નિવાસ સ્થાને ગિરનાર મંડળના સાધુઓ અને યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેક્ટરો સાથે યોજાઇ હતી. આ બેઠકમાં કામની પ્રગતિ અને કામ તાકીદે પૂર્ણ થાય તે બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી.

By

Published : Oct 1, 2019, 7:34 PM IST

સ્પોટ ફોટો

ગીરનાર રોપ વેના કામને લઈને રાજ્યના મુખ્યપ્રધાન રુપાણીએ જૂનાગઢના મેયર ગિરનાર મંડળના સાધુઓ અને ગિરનાર વિકાસ મંડળના ડિરેક્ટરો સાથે તેમના નિવાસસ્થાને કામની પ્રગતિને લઈને એક તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં ગિરનાર રોપવેના કામની પ્રગતિ અને કામ તાકીદે પૂર્ણ થાય તે માટે ચર્ચાઓ કરવામાં આવી હતી. સમગ્ર બેઠક હકારાત્મક વાતાવરણમાં પૂર્ણ થઈ હતી, ત્યારે એવું કહી શકાય કે, આગામી થોડા જ મહિનાઓમાં જૂનાગઢને એશિયાનો સૌથી લાંબો રોપ વે બહુમાન મળી શકે છે.

અહીં ઉલ્લેખનીય છે કે, ગિરનાર રોપ વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સપનાનો પ્રોજેક્ટ માનવામાં આવે છે, ત્યારે આ કામની પ્રગતિને લઈને રાજ્યના મુખ્યપ્રધાન પણ ચિંતિત બન્યા છે. જ્યારે રોપ વે પૂર્ણ થશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના હસ્તે આ રોપ વે દેશની જનતાને સુપ્રત કરશે.

ABOUT THE AUTHOR

...view details