ગાંધીનગરઃ પાટનગરના સેક્ટર-6 ઝૂંપડપટ્ટીમાં રહેતી એક યુવતીને ધોળા દિવસે ઉઠાવી જવાનો બનાવ સામે આવ્યો છે. એક તરફ કોરોનાનો કહેર ચાલી રહ્યો છે, ત્યારે આ પ્રકારનો બનાવ બન્યો હોવાની વાત ઝડપથી સમી ગઈ છે. યુવતીને બોલેરોમાં આવેલા 10 જેટલા શખ્સો ઉઠાવી ગયા હતાં.
જોકે કોરોના વાઈરસને લીધે ક્રાઈમમાં ઘટાડો થયો છે, પરંતુ આજે ગાંધીનગર શહેરના સેક્ટર-6માં ધોળા દિવસે યુવતીને ઉઠાવી જવાનો કિસ્સો સામે આવ્યો છે. આજે બુધવારે બપોરના ત્રણ વાગ્યાના અરસામાં વસાહતીઓ જ્યારે આરામ કરી રહ્યાં હતા, તે દરમિયાન એક સફેદ કલરના બોલેરોમાં 10 જેટલા લોકો આવ્યા હતા અને ઝૂંપડપટ્ટીમાં રહેતી એક યુવતીને માથાકૂટ બાદ ઉઠાવીને ફરાર થઈ ગયા હતા.