- 318 સ્પેશિયલ રૂમની બનાવાઈ 5 સ્ટાર હોટલ
- રેલવે સ્ટેશન પર હોટેલનો વડાપ્રધાન મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ
- વડાપ્રધાન મોદી 16 જુલાઈના રોજ કરશે ઉદ્ઘાટન
- 790 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે હોટેલ
ગાંધીનગર : સમગ્ર દેશમાં પ્રથમ વખત રેલવે સ્ટેશન પર હોટલનું બાંધકામ કરવામાં આવ્યું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગર કેપિટલ રેલવે સ્ટેશન પર ફાઇવ સ્ટાર હોટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી 16 જુલાઇના રોજ સાંજે 4 વાગ્યે કરવામાં આવશે. 790 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલી આ હોટલમાં 318 જેટલા રૂમની વ્યવસ્થા છે. જાણો આ હોટેલની અન્ચ વિશેષતાઓ..
એરપોર્ટથી માત્ર 20 મિનિટના જ અંતરે, ભાવ પણ અન્ય ફાઈવ સ્ટાર હોટલ જેટલા જ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર ફાઇવસ્ટાર હોટલનું એક જ સ્વપ્ન જોયું હતું. જે હવે પૂર્ણ થવા જઈ રહ્યું છે. 16 જુલાઇના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી આ હોટલ લીલાનું ઉદ્ઘાટન કરશે. આ હોટલની ઘણીબધી ખાસિયતોમાં એક ખાસિયત એ પણ છે કે, તે એરપોર્ટથી માત્ર 20 મિનીટના અંતરે જ આવેલું છે. હોટલ લીલાના પ્રાઈસ લિસ્ટની જો વાત કરવામાં આવે તો સામાન્ય રીતે ફાઈવ સ્ટાર હોટલમાં જે ચાર્જ રાખવામાં આવે છે, તેવો જ ચાર્જ ગાંધીનગર રેલ્વે સ્ટેશન પર તૈયાર કરાયેલી હોટલમાં પણ રાખવામાં આવ્યો છે. આ હોટલનું સંચાલન લીલા ગ્રુપને સોંપવામાં આવ્યું છે.