ગુજરાત

gujarat

ETV Bharat / city

મેયરના ઘરમાં લાગી આગ, ફાયરબ્રિગેડે ગણતરીની મિનીટોમાં બૂઝાવી દીધી આગ - રીટા પટેલ

ફાયર બ્રિગેડ ગમે એટલી સ્ટાફ તંગીનો સામનો કરતો હોય પણ ભઈ, પાટનગર ગાંધીનગરની વાત હોય અને તેમાં પણ શહેરના પ્રથમ નાગરિક એવા મેયરનું ઘર હોય એ એપાર્ટમેન્ટમાં આગ લાગી હોય તો ફાયરબ્રિગેડની કામગીરીની ચપળતા તો જોવા મળે જ મળે. ગાંધીનગર મેયર રીટા પટેલના ઘરમાં લાગેલી આગ બૂઝાવવામાં ફાયરબ્રિગેડને ગણતરીની મિનીટો લાગી હતી.

મેયરના ઘરમાં લાગી આગ, ફાયરબ્રિગેડે ગણતરીની મિનીટોમાં બૂઝાવી દીધી આગ
મેયરના ઘરમાં લાગી આગ, ફાયરબ્રિગેડે ગણતરીની મિનીટોમાં બૂઝાવી દીધી આગ

By

Published : Aug 1, 2020, 3:40 PM IST

ગાંધીનગર : શહેરના મેયર રીટા પટેલના નિવાસસ્થાનની બાજુમાં આવેલા ફ્લેટમાં આજે ઈલેક્ટ્રીક મીટરમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગવાની ઘટના બની હતી. જેમાં ગણતરીની મિનિટોમાં જ આગને કાબૂમાં લીધી હતી.

મેયરના ઘરમાં લાગી આગ, ફાયરબ્રિગેડે ગણતરીની મિનીટોમાં બૂઝાવી દીધી આગ
ગાંધીનગરના મેયર રીટા પટેલના નિવાસસ્થાનની બાજુમાં આજે સવારે બાજુમાં આવેલ ફ્લેટમાં શોટ સર્કિટથી આગ લાગી હતી. આગ લાગતાંની સાથે જ ફ્લેટના રહીશોમાં દોડધામ થઈ ગઈ હતી. પરંતુ ગાંધીનગર ફાયર બ્રિગેડને જાણ કરતાં ગણતરીની મિનિટોમાં ફાયર બ્રિગેડ આવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ફ્લેટના ઇલેક્ટ્રિક મીટરના બોક્સમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી.

ABOUT THE AUTHOR

...view details