- કોરોનાનો હાહાકાર વિધાનસભા સંકૂલમાં સંભળાયો
- વિધાનસભા અધ્યક્ષે જાહેર કર્યો નિર્ણય
- વિધાનસભાના સંકૂલમાં માસ્ક વગરનાને 500 રૂપિયાનો દંડ
ગાંધીનગર : રાજ્યની ચાર મહાનગરપાલિકા સુરત, રાજકોટ, અમદાવાદ અને બરોડામાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે, ત્યારે આજે ગુરુવારે વિધાનસભા સંકૂલમાં પણ માસ્ક વગર જે પણ વ્યક્તિ પકડાય તેને 500 રૂપિયાના દંડની જોગવાઈ વિધાનસભામાં કરવામાં આવી છે.
114 કરોડ દંડ વસૂલી ચુકેલી સરકાર હવે ધારાભ્યો પાસેથી લેશે દંડ
સમગ્ર ગુજરાતમાંથી ગત્ ડિસેમ્બર સુધી 114 કરોડ રૂપિયાનો દંડ લેવાઈ ચૂક્યો છે. જેમાં સૌથી વધુ 30 કરોડ જેટલો રૂપિયા જેટલો દંડ અમદાવાદમાંથી એકઠો થયો છે. સુરતમાંથી 11 કરોડ, ખેડામાં 8 કરોડ અને ડાંગ જિલ્લામાંથી આછામાં આછો 23 લાખ જેટલો દંડ વસૂલાયો છે. ત્યારે વિધાનસભામાં પણ હવે માસ્ક વિના ઝડપાયેલા ધારાસભ્યો પાસેથી પણ દંડ વસુલવામાં આવશે.
આ પણ વાંચો: માસ્કનો દંડ વસૂલ્યાની 2 રસીદમાં એક જ સરખા નંબર, પોલીસનું રસીદ કૌભાંડ?