ગાંધીનગર:નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (National Sciences Forensic University), ગાંધીનગર અને નેશનલ કમિશન ફોર વુમન (National Commission for Women)એ સંયુક્ત રીતે 25મી જુલાઈ, 2022ના રોજ "ફેમિલી કોર્ટ્સ એક્ટ, 1984ના રિવિઝન" પર પશ્ચિમ પ્રાદેશિક પરામર્શ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરામર્શ બેઠકમાં, નિષ્ણાતોની હાજરીમાં વિવિધ ક્ષેત્રોમાંથી, વર્તમાન કાયદામાં રહેલી ખામીઓ અને સંબંધિત સુધારા-સૂચનો વિશે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ગાંધીનગરના NFSUના કુલપતિ ડો. જે.એમ. વ્યાસ આ પણ વાંચો:DGP Ashish Bhatiya : સાયબર ક્રાઇમના કેસોમાં અત્યારસુધીમાં 6 કરોડની રકમ પરત કરી, હજુ કડક થશે સાયબર સુરક્ષા
મજબૂત વ્યવસ્થા વિકસાવવા પર ભાર મૂક્યો હતો -ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠી, અધ્યક્ષ-ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગ (GSHRC) એ તેમના અધ્યક્ષ સ્થાને આ કાયદા અંગે એક મજબૂત વ્યવસ્થા વિકસાવવા પર ભાર મૂક્યો હતો. જ્યારે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગરના NFSUના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે સ્વાગત પ્રવચન કર્યું હતું. ત્યારબાદ રાષ્ટ્રીય મહિલા આયોગના(National Commission for Women) મદદનીશ કાયદા અધિકારી સરલા સોમે પણ આ પ્રસંગે સંબોધન કર્યું હતું.
બાળકોને સમયસર કાઉન્સેલિંગ પણ મળવું જોઈએ -ન્યાયાધીશ રવિકુમાર ત્રિપાઠીએ ફેમિલી કોર્ટ એક્ટમાં સુધારો કરવાની જરૂરિયાત અંગે ચર્ચા કરતા જણાવ્યું હતું કે, આ કાયદામાં કેટલીક વ્યવહારિક મુશ્કેલીઓ છે. આને દૂર કરવા માટે, વર્તમાન માળખામાં સુધારો કરવો જરૂરી છે. તેમણે આ બાબતે વિશેષ પ્રશિક્ષિત ન્યાયાધીશોની જરૂરિયાત પર પણ ધ્યાન દોર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, કૌટુંબિક વિવાદોના કેસોમાં(Family dispute cases) બાળકોના સંવેદનશીલ સ્વભાવને કારણે, બાળકોના અધિકારોનું ધ્યાન એ સમયની જરૂરિયાત છે અને બાળકોને સમયસર કાઉન્સેલિંગ પણ મળવું જોઈએ.
આ પણ વાંચો:NFSU અને GMR એવિએશન એકેડેમી વચ્ચે MOU થયા, એવિએશન ફોરેન્સિક્સ પર થશે આ કામ
ઓપન હાઉસ ચર્ચામાં મહાનુભાવો ઉપસ્થિત હતા -જ્યારે આ પ્રસંગે આયોજિત ઓપન હાઉસ ચર્ચામાં(Open house discussion) ડો. જ્યોત્સના યાજ્ઞિક, પૂર્વ પ્રિન્સિપાલ જજ, સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, અમદાવાદ કુ. કલ્પના વિન, ભૂતપૂર્વ પ્રિન્સિપલ જજ, ફેમિલી કોર્ટ, ડો. શેખર શેષાદ્રી, વરિષ્ઠ પ્રોફેસર, બાળ અને કિશોર મનોચિકિત્સા વિભાગ અને કન્સલ્ટન્ટ કોમ્યુનિકેશન નિમ્હાન્સ પણ પેનલિસ્ટ તરીકે હાજર હતા. પ્રોફેસર (ડૉ.) પૂર્વી પોખરિયાલ, કેમ્પસ ડાયરેક્ટર-NFSU કાર્યક્રમને સફળ બનાવવા માટે તમામ મહાનુભાવોનો આભાર માન્યો. આ કાર્યક્રમનું સંચાલન ડો.નવાટીકા નૌટીયાલે કર્યું હતું.