ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં રથયાત્રા યોજવી કે નહીં તે અંગે સમિતિ દ્વારા સોમવાર સુધી લેવાશે નિર્ણય

ગાંધીનગરમાં પંચદેવ મંદિરથી દર વર્ષે રથયાત્રા નીકળે છે, લગભગ 35 જેટલા વર્ષથી નિયમિત રથયાત્રા કાઢવામાં આવે છે. આ વર્ષે પણ ગત વર્ષની જેમ કોરોના મહામારી હોવાથી રથયાત્રા યોજવી કે નહીં તે અંગે સમિતિની મીટીંગ થયા બાદ જ નક્કી કરવામાં આવશે.

પંચદેવ મંદિર, ગાંધીનગર
પંચદેવ મંદિર, ગાંધીનગર

By

Published : Jun 15, 2021, 3:33 PM IST

  • 35 જેટલા વર્ષથી નિયમિત રથયાત્રા થાય છે
  • સમિતિ દ્વારા મીટિંગ કર્યા બાદ જ નક્કી કરવામાં આવશે
  • ગત વર્ષે 15 થી 25 લોકો સાથે રથ યાત્રા નીકળી હતી

ગાંધીનગર: પંચદેવ મંદિરથી દર વર્ષે રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ ગત વર્ષની જેમ કોરોના હોવાથી રથયાત્રા યોજવી કે નહીં તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રથયાત્રા માટે આ સપ્તાહમાં સોમવાર સુધી રથયાત્રા સમિતિની મીટીંગ યોજવામાં આવશે. જો રથયાત્રા થશે તો તેમાં કયા પ્રકારનું આયોજન કરવું, કેટલા લોકોની હાજરીમાં રથયાત્રા યોજવી, પ્રસાદ રાખવો કે નહીં તે તમામ બાબતોનું ધ્યાન કોરોનાને લઈને રાખવામાં આવશે.

પંચદેવ મંદિર, ગાંધીનગર

આ પણ વાંચો: jagannath Rathyatra: આ વર્ષે રથયાત્રા કાઢવી કે નહીં તેને લઈને તંત્રમાં ધમધમાટ

સમિતિ દ્વારા મીટિંગ કરી નિર્ણય લેવામાં આવશે

આ અઠવાડિયામાં પંચદેવ યોગ મંડળ દ્વારા મીટિંગ યોજવામાં આવશે. આ મિટિંગમાં ફુલશંકર શાસ્ત્રીજી, કોષાધ્યક્ષ રજનીભાઈ શર્મા, અતુલભાઇ નાયક, દિનેશભાઈ કાપડિયા, નીલકંઠ શાસ્ત્રી, ભાનુશંકર શાસ્ત્રી અને પંચદેવ યોગ મંડળ સાથે જોડાયેલા લોકો હાજર રહેશે. ખાસ કરીને આ મીટિંગમાં રથયાત્રા યોજવી કે નહીં તેને લઈને નિર્ણય લેવામાં આવશે. તેમાં પણ ખાસ કરીને જો રથયાત્રા યોજવામાં આવે છે તો કયા પ્રકારનું આયોજન કોરોના ને ધ્યાનમાં લઈને કરવું તે બાબત પર વધુ ધ્યાન આપવામાં આવશે.

આ પણ વાંચો:સુરતમાં જગન્નાથજી રથયાત્રાની તૈયારી શરૂ, સરકાર દ્વારા કોઈ નિર્ણય નહી

ગયા વર્ષે કોરોનાને કારણે ભગવાનના એક જ રથ સાથે રથયાત્રા નીકળી હતી

ગત વર્ષે પણ કોરોનાની મહામારી હતી જેના કારણે ગયા વર્ષે પ્રતિકાત્મક સ્વરૂપે રથયાત્રા યોજવામાં આવી હતી. જેમાં ફક્ત ભગવાનનો રથ હતો. 15થી 25 લોકો જોડાયા હતા. આ વર્ષે પણ રથયાત્રા સમિતિની મિટિંગમાં ખાસ કરીને પ્રસાદ રાખવો કે નહીં કેટલા લોકોને આ રથયાત્રામાં જોડવા, રથયાત્રા સાથે હાથી વગેરે રાખવા કે નહીં તે તમામ બાબતે ચર્ચા કર્યા બાદ જ નિર્ણય લેવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details