- ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3 કર્મચારી કરોડોનો આસામી
- વર્ગ-3ના કર્મચારી છે 2000 કરોડનો આસામી
- પાટણ ધારાસભ્ય કિરીટ પટેલે ગાંધીનગર કલેકટરને લખ્યો પત્ર
- IPSની મદદથી વર્ગ-3 કર્મચારીએ 100 કરોડની જમીન પચાવી
ગાંધીનગર: અમૂક સરકારી કર્મચારીઓ ભ્રષ્ટાચાર કરીને પોતાના કાર્યકાળ દરમિયાન કરોડો રૂપિયાની મિલકતો બનાવે છે, ત્યારે આવા જ વર્ગ-૩ના ગાંધીનગર જિલ્લામાં ફરજ નિભાવતા એક કર્મચારીએ કરોડો રૂપિયાની માલ મિલકત બનાવી હોવાના આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કર્યા છે. જે બાબતે કિરીટ પટેલે ગાંધીનગર કલેક્ટર કચેરીમાં અરજી કરીને વર્ગ-૩ના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તથા તપાસની વધુ વિગતો પણ માગી છે.
IAS અને IPSની મદદથી કરોડોનો માલિક
કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ આક્ષેપ કર્યો હતો કે, ગાંધીનગર જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3નો કર્મચારી કરોડોનો આસામી છે. વર્ગ-3નો કર્મચારી જે ગાંધીનગરમાં ફરજ બજાવી રહ્યો છે, તે IAS અને IPS અધિકારીઓની મદદથી 2000 કરોડની માલ મિલકત સંપત્તિનો આસામી બન્યો છે.
100 કરોડની જમીન પચાવી હોવાનો આક્ષેપ
ધારાસભ્યએ વર્ગ-3ના કર્મચારી પર આક્ષેપ કર્યો છે. જેમાં તેમણે જણાવ્યું કે, વર્ગ-3ના કર્મચારીએ ગત થોડા સમય અગાઉ એક IPSની મદદથી અમદાવાદના બોડકદેવ પાસે આવેલા એક ખાનગી ડૉક્ટરની 100 કરોડની જમીન પચાવી છે.