- રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક
- રાજ્યમાં નવરાત્રી યોજવા બાબતે થશે ગહનચર્ચા
- ધોરણ 6 થી 9 ના વર્ગો શરૂ કરવા મુદ્દે થશે બેઠકમાં નિર્ણય
ગાંધીનગર: આજે મુખ્યપ્રધાન નિવાસસ્થાન ખાતે શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં અને મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેને ધ્યાને લઈને બુધવારના રોજ કેબિનેટ બેઠકમાં ચર્ચાના વર્ગો શરૂ કરવા બાબતે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થાય તેવી શક્યતાઓ છે. ગત કેબિનેટ બેઠકમાં પણધોરણ 6 થી 9ના વર્ગો શરૂ કરવા બાબતે રાજ્યના શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કેબિનેટ બેઠકમાં આ મુદ્દો મૂક્યો હતો ત્યારે આજની બેઠકમાં ફરીથી ભજન સતી નવના વર્ગ offline તે બાબતનું પણ નિર્ણય રાજ્ય સરકાર કરે તેવી શક્યતાઓ છે.
પીએમ મોદી ગુજરાત મુલાકાત મુદ્દે આયોજન
5 સપ્ટેમ્બર શિક્ષક દિવસ નિમિત્તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે ઉલ્લેખનીય છે કે, શિક્ષણ વિભાગના કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતે સેન્ટર એકસીડન્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થાય તેવું આયોજન પણ શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગે પીએમ નરેન્દ્ર મોદીને આ બાબતનું આમંત્રણ પાઠવ્યું છે, ત્યારે 5 સપ્ટેમ્બર શિક્ષક દિનના દિવસે જો પીએમ મોદી ગુજરાત આવશે. તો તેમના આગમન અને કાર્યક્રમ બાબતનું પણ આયોજનના મુદ્દાઓ કેબિનેટ બેઠકમાં ચર્ચાશે.