ગુજરાત

gujarat

ETV Bharat / city

Cabinet Meeting Today : આજે કેબિનેટ બેઠકમાં આ વિષય પર થશે ચર્ચા જાણો... - ભુપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ સત્ર

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Cabinet Meeting Today) આયોજન આજે સાંજે 4 વાગ્યે કરવામાં આવ્યું છે. જેમાં વધતા જતાં કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં (Important issues will be discussed cabinet meeting) આવશે.

Cabinet Meeting Today : આજે કેબિનેટ બેઠકમાં આ વિષય પર થશે ચર્ચા જાણો...
Cabinet Meeting Today : આજે કેબિનેટ બેઠકમાં આ વિષય પર થશે ચર્ચા જાણો...

By

Published : Jan 19, 2022, 7:25 AM IST

ગાંધીનગર: રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકનું (Cabinet Meeting Today) આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યમાં વધી રહેલા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં (Important issues will be discussed cabinet meeting) આવશે. તેમજ નવા નિયંત્રણ મૂકવા બાબતની પણ સામાન્ય ચર્ચા કેબિનેટ બેઠકમાં કરવામાં આવશે.

રાજ્ય સરકાર નવી SOPમાં નવા કડક નિયંત્રણો લાગુ કરી શકે

ગુજરાત રાજ્યમાં ફક્ત શાળાઓ બંધ અને રેસ્ટોરન્ટમાં 75 ટકા કેપીસીટિ કરીને નિયંત્રણ લાગવામાં આવ્યા છે અને રાતના 10થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુ લગાવવામાં આવ્યું છે. અત્યારે વર્તમાન સમયમાં ગુજરાત રાજ્યમાં પોઝિટિવ રેટ ટકાની ઉપર છે, ત્યારે કેબિનેટ બેઠકમાં આ બાબતે પણ મહત્વના નિર્ણય લઈ શકાય છે અને રાજ્ય સરકાર નવી SOPમાં નવા કડક નિયંત્રણો પણ લાગુ કરી શકે છે.

વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવશે

ફેબ્રુઆરીમાં વિધાનસભાનું સત્ર મળશે અને તેમાં વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં આવશે, ત્યારે બજેટ બાબતે પણ રાજ્યના મુખ્યપ્રધાન ઉપેન્દ્ર પટેલ સાથે અલગ-અલગ વિભાગના બજેટને લઈને ચર્ચા કરવામાં આવશે. મહત્વની વાત કરવામાં આવે તો ભુપેન્દ્ર પટેલની સરકારનું પ્રથમ બજેટ સત્ર છે, ત્યારે ગત વર્ષ કરતા વધુનું બજેટ આ વખતે રાજ્ય સરકાર જાહેર કરશે.

કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મહત્ત્વના મુદ્દે ચર્ચા કરવામાં આવશે

ગુજરાતમાં જે રીતે ખોરાક અને સંક્રમણ સતત વધી રહ્યું છે તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે કેબિનેટ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. રાજ્યમાં આરોગ્યની કેવી પરિસ્થિતિ છે અને દવાઓ, ઓક્સિજન, બેડ જેવી તમામ સુવિધાઓ બાબતે પણ સમીક્ષા કરવામાં આવશે. જો રાજ્યમાં દર્દીઓને હોસ્પિટલ્સ કરવામાં આવે તો નવી કઈ રીતે વ્યવસ્થા કરવી પડે તે બાબતનું આયોજન પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

આ પણ વાંચો:

Cabinet Meeting Today : રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં ઓમીક્રોન અને ચાઈલ્ડ વેક્સિન મુદ્દે થશે ચર્ચા

Gujarat Cabinet Meeting : આજે કેબિનેટ બેઠક, સંક્રમણ અને નવી ગાઈડલાઇન્સ બાબતે થશે નિર્ણય

ABOUT THE AUTHOR

...view details