ગુજરાત

gujarat

ETV Bharat / city

ગાંધીનગરમાં RSS ની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ - આરએસએસ

ગાંધીનગરમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની સમન્વય સંગઠનોની 3 દિવસીય બેઠક યોજાઇ હતી.

ગાંધીનગરમાં RSS ની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ
ગાંધીનગરમાં RSS ની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ

By

Published : Jan 5, 2021, 12:11 PM IST

Updated : Jan 5, 2021, 12:33 PM IST

  • 3 દિવસની સંઘની બેઠક શરૂ
  • બેઠકમાં અનેક મહાનુભવો હાજર
  • દેશમાં ચાલી રહેલા પ્રશ્નો પર થશે ચર્ચા

ગાંધીનગર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સમન્વય સંગઠનોની 3 દિવસની બેઠક ગાંધીનગરના ઉવારસદમાં આવેલી કર્ણાવતી ડેન્ટલ કોલેજના કેમ્પસમાં શરૂ થઈ છે. આ બેઠકમાં દેશમાં તાજેતરમાં ચાલી રહેલા પ્રશ્નો મુદ્દે ચર્ચા કરવામાં આવશે.

બેઠકમાં કોણ કોણ ઉપસ્થિત??

10 કલાકથી શરૂ થયેલી બેઠકમાં RSS ના વડા મોહન ભાગવત, ભૈયાજી જોશી, સંઘના સંગઠનના મહા પ્રધાન અને પદાધિકારીઓ, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડા સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા છે. આ બેઠકમાં આમંત્રિત સંગઠનોના નેતાઓએ જ પ્રવેશ આપવામાં આવ્યો છે. ગેટની બહાર પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

ગાંધીનગરમાં RSS ની 3 દિવસીય અખિલ ભારતીય સમન્વય બેઠક યોજાઇ

બેઠકમાં ક્યાં મુદ્દાઓ પર ચર્ચા થશે?

બેઠકમાં કોઈ નિર્ણય લેવામાં નહીં આવે, પરંતુ દેશની પરિસ્થિતિને લઈને ચર્ચા કરવામાં આવશે. આ પ્રકારે વર્ષમાં 2 વાર બેઠક યોજાઇ છે. આ બેઠકમાં 150 લોકો હાજર રહેશે. જેમાં અલગ-અલગ વિષયના નિષ્ણાંતો તેમના અનુભવ વિશે એક બીજાને જાણકારી આપશે. આ બેઠકમાં તમામ ચર્ચા ઉપરાંત નવા પ્રયોગો અંગે વાતચીત કરવામાં આવશે. નવા વર્ષની શરૂઆતમાં યોજાયેલી સંઘની બેઠક ખૂબ જ મહત્વની રહેશે. જેમાં ખૂબ જ અગત્યના મુદ્દાઓ પર ચર્ચા કરીને જે તારણ આવશે તે 7 જાન્યુઆરીએ જાણવા મળશે.

Last Updated : Jan 5, 2021, 12:33 PM IST

ABOUT THE AUTHOR

...view details