ગુજરાત

gujarat

ETV Bharat / city

15 વર્ષીય સગીરા પર રેપ, 6 મહિનાના ગર્ભ બાદ થઈ જાણ, પોલીસે આરોપીની કરી અટકાયત - Gandhinagar District

રાજ્યમાં રેપની ઘટના અવારનવાર બનતી હોય છે. ત્યારે શુક્રવારના રોજ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના એક ગામમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે, જેમાં ખેત મજૂરી કરતી 15 વર્ષની સગીરા પર ખેતર માલિક હિરેન પટેલે જ દુષ્કર્મ કર્યો હોવાનું વિગતો સામે આવી છે.

15 વર્ષીય સગીરા પર રેપ, 6 મહિનાના ગર્ભ બાદ થઈ જાણ, પોલીસે આરોપીની કરી અટકાયત
15 વર્ષીય સગીરા પર રેપ, 6 મહિનાના ગર્ભ બાદ થઈ જાણ, પોલીસે આરોપીની કરી અટકાયત

By

Published : Dec 18, 2020, 6:35 PM IST

Updated : Dec 18, 2020, 7:16 PM IST

  • પાટનગર ગાંધીનગર જિલ્લામાં બની રેપની ઘટના
  • 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મ
  • ખેતરમાં ખેત મજૂરી કરતી સગીરા પર દુષ્કર્મ
  • ખેતર માલિકે કર્યું દુષ્કર્મ, પોલીસે આરોપીની અટકાયત કરી

ગાંધીનગરઃ રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના એક ગામમાં દુષ્કર્મની ઘટના સામે આવી છે. ગાંધીનગર પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર જિલ્લાના એક ગામે ખેતરના માલિક હિરેન પટેલ ખેતરમાં મજૂરી કામે આવતી 15 વર્ષની સગીરા પર અનેકવાર દુષ્કર્મ આચર્યા હોવાની વિગતો સામે આવી રહી છે, પરંતુ જ્યારે સગીરાને છ મહિનાનો ગર્ભ રહી ગયો ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવી છે. જો કે પોલીસે ખેતર માલિક હિરેન પટેલની અટકાયત કરી છે.

15 વર્ષીય સગીરા પર રેપ, 6 મહિનાના ગર્ભ બાદ થઈ જાણ, પોલીસે આરોપીની કરી અટકાયત

યુવતી રોજગારી માટે ખેતરમાં ખેત મજૂરી કરતી હતી

માહિતી પ્રમાણે 15 વર્ષીય યુવતી આર્થિક રીતે પોતાના પરિવારને મદદ કરવા માટે ખેતરમાં ખેત મજૂરી કરવા જતી હતી, જેમાં ખેતરના માલિક હિરેન પટેલની દાનત ખરાબ થતા તેને યુવતીને પોતાની વાતમાં અને લાલચમાં ફસાવીને અનેકવાર દુષ્કર્મ કર્યા હોવાની વાત પણ સામે આવી છે. પરંતુ યુવતીને છ મહિનાનો ગર્ભ રહી જતા સમગ્ર મામલો સામે આવ્યો છે, જેમાં યુવતીના માતા-પિતાએ પોલીસ ફરિયાદ દાખલ કરતા પોલીસે પોસ્કો કલમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી હિરેન પટેલ

સગિરાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાઈ

સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે દુષ્કર્મ ગુજારનારો શખ્સ ભાજપનો કાર્યકર હોવાનું સામે આવ્યું છે, જ્યારે અત્યારે સગીરાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે સગીરાને 6 મહિનાના ગર્ભ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો છે.

Last Updated : Dec 18, 2020, 7:16 PM IST

ABOUT THE AUTHOR

...view details