- કોરોનાની પરિસ્થિતિમાં પણ ગુજરાતમાં ફિલ્મોના શૂટિંગ ચાલુ રહ્યા
- રાજ્યમાં ગુજરાતી, હિન્દી ઉપરાંત તેલુગુ ફિલ્મોના શૂટિંગ પણ થયા
- બે વર્ષમાં ગુજરાતમાં કુલ 119 ફિલ્મોના શૂટિંગ કરવામાં આવ્યા છે
ગાંધીનગર: વિધાનસભામાં જેતપુરના ધારાસભ્ય સુખરામ રાઠવાએ પ્રવાસન પ્રધાનને ફિલ્મ પોલિસી અન્વયે રાજ્યમાં થયેલી ફિલ્મોના શૂટિંગ અંગે પ્રશ્ન પૂછ્યો હતો. જેમાં છેલ્લાં 2 વર્ષમાં ગુજરાતમાં કેટલી ફિલ્મોનું શૂટિંગ થયું છે? તેના જવાબમાં પ્રવાસન પ્રધાને કહ્યું કે, 2 વર્ષમાં 119 ફિલ્મોનું ગુજરાતમાં શૂટિંગ થયું છે.
1 સપ્ટેમ્બર 2020થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા
કોરોનાની પરિસ્થિતિ છેલ્લા દોઢ વર્ષથી છે. ત્યારે આ પરિસ્થિતિમાં ફિલ્મો ભલે જૂજ જ રિલીઝ થઈ રહી હોય. પરંતુ ફિલ્મોના શૂટિંગ ઘણા થઈ થયા છે. ગુજરાતમાં બે વર્ષમાં 119 ફિલ્મો શૂટ થઈ છે. 1 સપ્ટેમ્બર 2019થી 31 ઓગસ્ટ 2020 સુધીમાં માત્ર 23 ફિલ્મોના શૂટિંગ થયા છે, પરંતુ 1 સપ્ટેમ્બર 2020થી 31 ઓગસ્ટ 2021 સુધીમાં 96 ફિલ્મોના શૂટિંગ થયા છે. એટલે કે, 2021માં જ્યારે કોરોનાના કેસ ખૂબ જ વધી રહ્યા હતા. તે સમયમાં ફિલ્મોના શૂટિંગ બંધ રહ્યા હતા. ત્યારબાદ ગુજરાતમાં વિવિધ શહેરોમાં ફિલ્મોના શૂટિંગ વધવા લાગ્યા હતા.