ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. 24 કલાકમાં આંકડા 1,000ની નજીક પહોંચી ગયા છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 949 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 17 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાઇરસના કુલ 46,520 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 770 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 949 કેસ, 770 ડિસ્ચાર્જ ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 166, સુરત મહાપાલિકા વિસ્તારમાં 177, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 64, સુરત 57,ભરૂચ 47, રાજકોટ કોર્પોરેશન 35, નવસારી 30, ભાવનગર કોર્પોરેશન 25, રાજકોટ 23, ખેડા 21, મહેસાણા 21, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ 19-19, અમદાવાદ 18, વલસાડ 17, દાહોદ, કચ્છ, પાટણ 15-15, જુનાગઢ કોર્પોરેશન 14, ગાંધીનગર કોર્પોરેશન, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, સુરેન્દ્રનગર, વડોદરા 13-13, સાબરકાંઠા 12, બનાસકાંઠા 11, પંચમહાલ 10, આણંદ 8 મોરબી 5, તાપી 5, બોટાદ 4 અમરેલી, જામનગર, મહીસાગર 3-3 અને છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા તથા નર્મદામાં 1-1 નોંધાયો છે.જ્યારે 71 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2108 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 23,964 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 177 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 57 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 234 સામે આવ્યાં છે.