ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ - Flying Squad

રાજ્યમાં ખાણ અને ખનીજ વિભાગની અનેક જમીનો આવેલી છે. રાજ્યમાં રેતી, લાઈમ્સટોન, ડોલા માઈટ, બિલ્ડીંગ સ્ટોન અને સિમેન્ટ જેવા ખનીજો પ્રાપ્ત થાય છે, ત્યારે આવા ખનીજો ધરાવતી ખાંણને રાજ્ય સરકાર દ્વારા લીઝ ઉપર આપવામાં આવે છે પરંતુ અમુક સરકારી જમીનો ખાલી રાખવામાં આવે છે. સરકારી ખાણમાંથી અનેક લોકો ખનીજની ચોરી કરતા હોય છે, ત્યારે રાજ્ય સરકારના ખાણ અને ખનીજ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી છે, જેમાં અત્યાર સુધીમાં કુલ 92 રેડ કરીને 38.89 કરોડની દંડની જોગવાઈ સાથે 439 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ
રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ

By

Published : Dec 18, 2020, 7:45 PM IST

  • રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 જેટલી કરાઈ રેડ
  • 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ
  • 489 ગેરકાયદેસર વાહનો કર્યા જપ્ત

ગાંધીનગરઃ માહિતી અને પાંચમી બાબતે ખાણ ખનીજ વિભાગના એડિશનલ ડિરેક્ટર ડી એમ સોલંકીએ ETV ભારત સાથે ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, ખનીજ ચોરીમાં જિલ્લા તંત્રને આધારે કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે રાજ્ય કક્ષાએ ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરીને કામગીરી કરવામાં આવે છે. સમગ્ર રાજ્યમાંથી કુલ અલગ-અલગ પાંચ પ્રકારના દોષ માંથી માહિતી પ્રાપ્ત થાય છે જેનો આધાર રાખીને કાયદાકીય વ્યવસ્થા કરીને કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત કોઈ ખાનગી વ્યક્તિ નામ ન જણાવવાની શરતે માહિતી પણ આપે છે ત્યારે માહિતી આપનાર વ્યક્તિનું નામ પણ ખાનગી રાખવામાં આવે છે અને તપાસ હાથ ધરવામાં આવે છે.

કઈ જગ્યાએ રેડ કરવામાં આવી

સોલંકીએ વધુમાં જણાવ્યું હતું કે, ઓગસ્ટ મહિના બાદ અમદાવાદના સાબરમતીના સરોડા ગામ ખાતે મોટી રેડ કરવામાં આવી હતી. જેમાં 9 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા, સાથે જ 52.91 લાખની પેનલ્ટી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત છોટાઉદેપુરમાં ડોલોમાઈટ ખનીજની ખાણમાં પણ રેડ કરવામાં આવી હતી. જેમાં સ્ટોક હોલ્ડર વધારે પડતા પ્રમાણમાં રાખે પરંતુ સરકારને બતાવે નહીં તેવી ભીડ કુલ 122 જેટલા સ્ટોક હોલ્ડર પર રેડ કરવામાં આવી હતી, જૂનાગઢમાં 13, ગાંધીનગર અને બનાસકાંઠામાં 6 તથા વલસાડમાં 22 જેટલા સ્ટોક હોલ્ડર પર ખાણ ખનીજ વિભાગ દ્વારા રેડ કરવામાં આવી હતી.

ડ્રોનનો ઉપયોગ કરીને રેડ કરવામાં આવી

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, ડિજિટલ માધ્યમ થકી પણ હવે રેડ પાડવામાં આવે છે. ટેકનોલોજીની મદદથી પણ રેડ પાડવામાં આવે છે. અત્યારે વર્તમાન સમયમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ડ્રોનનો ઉપયોગ કરીને રેડ પાડવામાં આવી રહી છે. જેમાં ચાલુ વર્ષમાં કુલ 23 જેટલી રેડ ડ્રોનના માધ્યમથી પાડવામાં આવી છે.

કેટલી રેડ ? કેટલી પેનલ્ટી અને કેટલા વાહનો જપ્ત કરાયા

સોલંકીએ જણાવ્યું કે, ચાલુ વર્ષ દરમિયાન ખાણખનીજ વિભાગ દ્વારા કુલ 92 જેટલી રેડ પાડવામાં આવી છે. જેમાં 92 જેટલા કેસ નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત 14 જેટલી પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે, જ્યારે ગેરકાયદેસર ખનીજ કરતા કુલ 439 જેટલા વાહનોને ખનીજ વિભાગ દ્વારા જપ્ત કરીને કલેકટર વિભાગને સોંપવામાં આવ્યા છે. સાથે જ 38.89 કરોડની પેનલ્ટી કારવામાં આવી છે, જેમાં 3.27 કરોડની વસુલાત પણ કરવામા આવી છે.

રાજ્યમાં ખાણ ખનીજ વિભાગ દ્વારા એક વર્ષમાં 92 રેડ કરી 38.89 કરોડની દંડનીય કાર્યવાહી કરાઈ

ABOUT THE AUTHOR

...view details