ગાંધીનગર:રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તથા ઝડપી નિર્ણય આવે તેને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આજે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકાઓમાં ફેમિલી કોર્ટના નિર્માણ માટે (91 crore for construction of Family Court permitted) 91 કરોડ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. જેમાં ઓફિસરના 10 રહેણાંક માટેના 6 કરોડ તથા સ્ટાફ માટેના મકાનો માટે 8 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ સાથે જ દિવ્યાંગ વ્યક્તિ કોર્ટમાં સરળતાથી પ્રવેશ કરી શકે તેની યોગ્ય વ્યવસ્થા માટે રાજ્ય સરકારે 51 લાખ રૂપિયાની વહીવટી મંજૂરી આપી છે.
ટૂંકા ગાળામાં આપવામાં આવી મંજૂરી
રાજ્યના કાયદા પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલની સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં એક કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ભવિષ્યમાં અત્યાધુનિક અને દરેક સુવિધાથી સજ્જ જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટ (Family Court) બિલ્ડીંગનું નિર્માણ પામેલ તથા અન્ય અધિકારીઓના રહેણાંક માટે ક્વાર્ટર બની રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ટૂંકા ગાળામાં 91 કરોડ રૂપિયાની વહીવટી મંજૂરી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો:લો બોલો, ફેમિલી કોર્ટના જજની અરજી 11 મહિના બાદ હાઈકોર્ટમાં દાખલ થઈ