ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 902 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 10 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરના વાયઇરસના કુલ 42,408 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જોકે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 608 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.
રાજ્યમાં કોરોના બ્લાસ્ટ: 24 કલાકમા 902 કેસ, 10 મોત ગુજરાત કોરોના વાઇરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 152, સુરત મહાપાલિકા વિસ્તારમાં 207, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 61, સુરત 80, જુનાગઢ 34, અમરેલી 29, સુરેન્દ્રનગર 26, ભાવનગર કોર્પોરેશન 24, રાજકોટ કોર્પોરેશન 22, ખેડા 19, નવસારી 19, ભાવનગર 16, દાહોદ 16, ગાંધીનગર 16, ભરૂચ 15, વડોદરા 13, અમદાવાદ, બનાસકાંઠા, જુનાગઢ કોર્પોરેશન, મહેસાણા 12-12, જામનગર કોર્પોરેશન 10, પાટણ 10, આણંદ, ગાંધીનગર કોર્પોરેશન મોરબી 9-9, વલસાડ 8, કચ્છ 7, સાબરકાંઠા 7, મહીસાગર 5, પોરબંદર 4, અરવલ્લી, છોટાઉદેપુર, જામનગર, પંચમહાલ 3-3, બોટાદમાં 2 અને તાપીમાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 74 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2057 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધું 23,259 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે. સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 207 કેસ સામે આવ્યા છે જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 80 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 287 સામે આવ્યાં છે.