- રાજ્યમાં કોરોનાના નવા 890 કેસ નોંધાયા
- 594 દર્દીઓ સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા
- અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં વધારો
ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરત અને અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરાયેલી વિગત અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 890 નવા કેસ નોંધાયા છે, જ્યારે 594 દર્દીઓ સાજા થયાં છે. આજે સુરતમાં કોરોનાની સારવાર દરમિયાન એક દર્દીનું મોત થયું છે.
કોરોના રસીકરણ અંગે વિગત
રાજ્યમાં કોરોના રસીકરણની વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ 20,69,918 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 5,15,842 વ્યકિતઓનું બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 89,138 વ્યકિતઓનું ૨સીકરણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને કોરોના ૨સીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
રાજ્યમાં ક્યાં કેટલા કોરોનાના કેસ નોંધાયા
રાજયમાં બનાસકાંઠા, વલસાડ, છોટાઉદેપુર જિલ્લામાં કોરોનાનો નવો એક પણ કેસ નોંધાયો નથી. જ્યારે પોરબંદર, અરવલ્લી, દેવભૂમિ દ્વારકામાં એક-એક કેસ નોંધાયા છે. આ ઉપરાંત ભાવનગર, નવસારી અને તાપીમાં 3-3 કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ સુરત અને અમદાવામાં નોંધાયા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 890 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 594 દર્દીઓ સાજા થઈને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યનો રીકવરી રેટ 96.72 ટકા છે. આરોગ્ય વિભાગની સતત કામગીરીના કારણે કુલ 2,69,955 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.
આ પણ વાંચોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 515 નવા કેસ નોંધાયા