ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 24 કલાકમાં રેકોર્ડ 875 કેસ નોંધાયા, 441 ડિસ્ચાર્જ અને 14ના મોત, કુલ આંકડો 40155 થયો - gujarat unlock 2

રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 875 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 40,155 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 441 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

875-corona-cases-in-24-hours-in-the-state
રાજ્યમાં 24 કલાકમાં વિક્રમી 875 કેસ, 441 ડિસ્ચાર્જ અને 14 મોત, કુલ આંકડો 40155

By

Published : Jul 10, 2020, 8:17 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. લોકડાઉનની અફવા વચ્ચે રાજ્યમાં 24 કલાકમાં 875 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા સૌથી વધુ 14 દર્દીનાં મોત થયા છે. રાજ્યમાં કોરોના વાઈરસના કુલ 40,155 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી આજે 441 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે.

રાજ્યમાં 24 કલાકમાં વિક્રમી 875 કેસ
ગુજરાત કોરોના વાઈરસના કેસમાં ખૂબ જ આગળ વધી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં અમદાવાદ મહાપાલિકા વિસ્તારમાં 153, સુરત મહાપાલિકા વિસ્તારમાં 202, વડોદરા મહાપાલિકા વિસ્તારમાં 61, સુરત 67, ભાવનગર કોર્પોરેશન 59, નવસારી 27, રાજકોટ કોર્પોરેશન 24, સુરેન્દ્રનગર 23, ગાંધીનગર 21, મહેસાણા 21, ખેડા 17, જામનગર કોર્પોરેશન 15, રાજકોટ 15, બનાસકાંઠા 14, ભરૂચ 14, જુનાગઢ કોર્પોરેશન 13, અમદાવાદ 12, ભાવનગર 12, ગીર સોમનાથ 11, ગાંધીનગર કોર્પોરેશન 10, દાહોદ, જામનગર, સાબરકાંઠા, વડોદરા 8-8, આણંદ 7, પંચમહાલ 7, જુનાગઢ, મોરબી, વલસાડ 5-5, છોટાઉદેપુર, કચ્છ, પાટણ 4-4, અમરેલી 3, તાપી 3, અરવલ્લી 2, બોટાદ 2 અને પોરબંદરમાં 1 કેસ સામે આવ્યો છે.જ્યારે 68 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 2024 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમાં રાજ્યમાં સૌથી વધુ 22,745 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યાં છે. સુરત શહેર રાજ્યમાં આજે પણ સૌથી ટોપ ઉપર રહ્યું છે, સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં 202 કેસ સામે આવ્યા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 67 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 269 સામે આવી ગયા છે.

ABOUT THE AUTHOR

...view details