ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત પોલીસ કર્મચારીઓ માટે સારા સમાચાર, રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 8,638 મકાનો થઇ રહ્યા છે તૈયાર

પોલીસ કર્મચારીઓ (Police Personnel)ની સગવડતામાં વધારો કરવા માટેની તૈયારીઓ ચાલી રહી છે. આગામી સમયમાં ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ (Gujarat State Police Housing Corporation) દ્વારા કુલ 8,638 મકાનો તૈયાક થઇ રહ્યા છે. જો કે અત્યારે ઘણા એવા મકાનો છે જે પોલીસને ફાળવવામાં આવ્યા છે, પણ જર્જરિત હાલતમાં છે. આ જોતા આગામી સમયમાં તેમને નવા મકાનો ફાળવવામાં આવશે.

રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 8,638 મકાનો થઇ રહ્યા છે તૈયાર
રાજ્ય પોલીસ આવાસ નિગમ દ્વારા 8,638 મકાનો થઇ રહ્યા છે તૈયાર

By

Published : Nov 2, 2021, 10:38 PM IST

  • ગુજરાત પોલીસ કર્મચારીઓની સગવડતામાં વધારો થશે
  • રહેવા માટે મકાનો પૂરા પાડવા એક્શન પ્લાનનો અમલ શરૂ
  • આંદોલનમાં ગેરમાર્ગે દોરનાર વિરૂદ્ધ થઈ રહી છે તપાસ

ગાંધીનગર: રાજ્યના પોલીસ વિભાગ (State Police Department)માં ફરજ બજાવતા કર્મચારીઓને આવશ્યક સેવાના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ શહેર-જિલ્લા તેમજ અલગ-અલગ વિભાગોમાં ભાડામુક્ત રહેઠાણની સુવિધા (Rent Free Accommodation) પૂરી પાડવામાં આવે છે. રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને રહેવા માટે મકાનો પૂરા પાડી શકાય તે માટેનો એક્શન પ્લાન બનાવી તેનો અમલ ચાલું કરી દેવામાં આવ્યો છે.

ઉત્તમ સુવિધા સાથેના આવાસો બનાવવાનું આયોજન

ગુજરાત પોલીસ આવાસ નિગમ (Gujarat State Police Housing Corporation) દ્વારા હાલમાં બી-કક્ષાના કુલ 104 આવાસો કર્મચારીઓને રહેવા માટે સોંપવામાં આવ્યા છે. તેમજ આગામી 3 માસમાં કુલ 2,140 તથા આગામી સમયમાં કુલ 4,648 તથા બાર માસમાં કુલ 1,746 આવાસો તૈયાર થવાના છે. કુલ મળીને અગામી સમયમાં ગુજરાત પોલીસ આવાસ નિગમ ગાંધીનગર દ્વારા કુલ 8,638 બી કક્ષાના ઉત્તમ સુવિધા ધરાવતા ગુણવત્તાયુકત આવાસો તૈયાર કરવાનું આયોજન છે.

સેટિસ્ફેકશનરેશિયો દેશના અન્ય રાજ્યો કરતા સારો

રાજય પોલીસ દળનો મકાનો અંગેનો સેટિસ્ફેકશન રેશિયો દેશના અન્ય રાજ્યો કરતા ઘણો સારો છે. હજુ આગામી સમયમાં આ સેટીસ્ફેકશન રેશિયામાં વધારો કરવામાં આવશે. તેમજ હવે અગાઉના મકાનોની ડીઝાઇનમાં સુધારો કરી 2 રૂમવાળા મોટા મકાન આપવામાં આવે છે.

ગ્રેડ પે મામલે 571 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પ્રાથમિક તપાસ

ગુજરાત પોલીસના ગ્રેડ પે વધારો કરવાના આંદોલન અનુસંધાને જે લોકો દ્વારા ખોટી અને ગેરમાર્ગે દોરતી પોસ્ટ વગેરે કરવામાં આવેલી હતી તેવા લોકો સામે કડકમાં કડક પગલાં લેવા રાજ્ય પોલીસ વડાએ આદેશ આપ્યો હતો. તેવી જ રીતે જે કર્મચારીઓ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે પ્રયત્ન કે પરોક્ષ રીતે સંકળાયેલા હતા તેમની વિરુધ્ધ પણ ખાતાકીય પગલાં લેવા DGP દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. જે અનુસંધાને કુલ 571 પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધમાં પ્રાથમિક તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ પોલીસ વિભાગના કર્મચારી તથા અન્ય વ્યકિતઓ વિરૂદ્ધમાં કુલ19 ગુનાઓ રાજ્યના વિવિધ પોલીસ સ્ટેશનો ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ ગુનાઓ સંદર્ભે કુલ 25 આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.

પોલીસ કર્મચારીઓની રજૂઆતો સાંભળી પગલાં લેવા સૂચના

આ ઉપરાંત રાજ્ય પોલીસ વડાએ તમામ એકમોના વડાઓને પોલીસ કર્મચારીઓની રજૂઆતો હોય તો તેને સાંભળીને શક્ય એટલી રજૂઆત સંદર્ભે તાત્કાલીક પગલાં લેવા પણ સૂચના આપી છે. આ બાબતે રાજયના પોલીસ વિભાગના કર્મચારીઓના કોઈ પ્રશ્નો કે મુશ્કેલીઓના નિરાકરણ કરવાના હેતુથી તથા તેની રજૂઆત યોગ્ય માધ્યમથી થઈ શકે તે માટે પોલીસ દાદ-ફરિયાદ નિવારણ સમિતિ જેવી જોગવાઇઓ અગાઉથી અમલમાં છે, જે મુજબ આજદિન સુધીમાં રાજ્યના વિવિધ શહેર/ જિલ્લાઓ ખાતે કુલ 299 દાદ-ફરિયાદ સમિતિની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં ધનતેરસ નિમિતે સ્વામિનારાયણ મંદિરમાં ધન પૂજાનું કરવામાં આવ્યું આયોજન

આ પણ વાંચો: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 30 કેસો, 3,27,046 લોકોને આપવામાં આવી વેક્સિન

ABOUT THE AUTHOR

...view details