ગાંધીનગર : ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ દેશના વડાપ્રધાન ( 8 Years of NDA Government ) તરીકેનાં શપથ લીધા હતાં. ત્યારે વડાપ્રધાન તરીકે આઠ વર્ષ નરેન્દ્ર મોદીએ પૂર્ણ કર્યા છે. તેને ધ્યાનમાં લઈને કેન્દ્રની ભાજપ સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર દ્વારા તથા સમગ્ર દેશના તમામ રાજ્યોમાં પીએમ મોદીના 8 વર્ષ શાસનની ઉજવણી (BJP celebrate 8 years of Modi Govt ) કરવામાં આવી રહી છે. જેમાં 31 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી શિમલા ખાતે સંવાદ કાર્યક્રમ યોજશે. જે અંતર્ગત ગુજરાતની (Celebration program in Gujarat) વાત કરવામાં આવે તો ગુજરાતના ખેડૂતોને કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો (11th installment of Kisan Sanman Nidhi)રિલીઝ કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના પ્રવક્તાપ્રધાન જીતુ વાઘાણીએ કરી હતી. જ્યારે આ કાર્યક્રમનો અહેવાલ ETV ભારતે 25 મેના રોજ પ્રસિદ્ધ કર્યો હતો.
રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે- જીતુ વાઘાણીએ રાજ્ય સરકારની વિગત આપતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આઠ વર્ષની ઉજવણી (BJP celebrate 8 years of Modi Govt )અંતર્ગત રાજ્યકક્ષાનો કાર્યક્રમ ગાંધીનગર (Celebration program in Gujarat) ખાતે યોજાશે. જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હાજર રહેશે. જ્યારે બાકીના 32 જિલ્લાઓમાં રાજ્યના પ્રભારી પ્રધાન હાજર રહેશે. રાજ્યના તમામ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતેથી યોજાનારા આ કાર્યક્રમમાં પાંચ કેન્દ્રીય પ્રધાનો રાજ્ય સરકારના તમામ પ્રધાનો તથા ગુજરાતના તમામ સાંસદ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરશે. જ્યારે રાજ્યના તમામ જિલ્લાઓને આવરી લેતા આ રાષ્ટ્રવ્યાપી સંવાદ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના કેટલાક લાભાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સથી વાતચીત પણ કરશે.
આ પણ વાંચોઃ BJP Completed 8 Years: ભાજપ એક પખવાડિયા સુધી યોજશે એક પછી એક અનેક કાર્યક્રમ
ખેડૂતોને કરોડોની થશે ચૂકવણી- રાજ્યના પ્રધાન જીતુ વાઘાણીએ વધુમાં કાર્યક્રમની (BJP celebrate 8 years of Modi Govt )વિગત આપતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી કિસાન સન્માન નિધિનો 11મો હપ્તો (11th installment of Kisan Sanman Nidhi) ખેડૂત લાભાર્થીના બેંક ખાતામાં જમા કરાવશે. આ યોજના અંતર્ગત આવતીકાલે વડાપ્રધાન મોદી 21,000 કરોડ રૂપિયા સમગ્ર દેશના અંદાજિત 10 કરોડ જેટલા ખેડૂતોના સીધા બેંક ખાતામાં રકમ જમા કરાવશે. જેમાં ગુજરાતની વાત કરવામાં આવે તો રાજ્યના 58 લાખ ખેડૂતોના બેંક ખાતામાં રૂપિયા 1168.08 કરોડ જમા થશે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી આ યોજના અંતર્ગત ખેડૂતોના ખાતામાં 10 હપ્તા ચૂકવવામાં આવ્યા છે. જે મુજબ ગુજરાતના ખેડૂતોના બેંક ખાતામાં કુલ 10,334 કરોડ રૂપિયા જમા કરવામાં આવ્યા છે.