ગુજરાત

gujarat

ETV Bharat / city

દુકાનો બાદ હવે જિમનો વારો : ગાંધીનગરમાં ફાયર સેફ્ટી ન ધરાવતી 8 જીમખાના સીલ કરાયા - ગાંધીનગર ફાયર વિભાગ

સુરતના ખાનગી ટ્યૂશનમાં અને અમદાવાદની કિડની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયરસેફ્ટી બાબતે કડક કાયદો અને નિયમન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા 8 જીમખાનાને સીલ કરવામાં આવ્યા છે.

Gandhinagar
Gandhinagar

By

Published : Feb 13, 2021, 10:51 PM IST

  • ગાંધીનગર ફાયર વિભાગની કામગીરી
  • 8 જેટલા જીમખાના સીલ કરાયા
  • 8 જીમખાના સંચાલકો પાસે ન હતા ફાયર સેફ્ટીના સર્ટી

ગાંધીનગર : સુરતના ખાનગી ટ્યૂશનમાં અને અમદાવાદની કિડની હોસ્પિટલમાં આગની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી બાબતે કડક કાયદો અને નિયમન કરવામાં આવ્યું છે, ત્યારે ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા 8 જીમખાનાને સીલ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી માસમાં આપવામાં આવી હતી નોટિસ

મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર શહેરમાં ફાયર સેફ્ટીના અભાવે જીમખાના કાર્યરત કરવામાં આવી રહ્યાં હતાં. ફાયર વિભાગ દ્વારા જાન્યુઆરી માસમાં જ અંતિમ નોટિસ આપવામાં આવી હતી, પરંતુ તેમ છતાં પણ જીમખાના સંચાલકોએ નોટિસને ગંભીરતાથી લીધી ન હતી અને નોટિસનો અનાદર કર્યો હતો, ત્યારે શનિવારે ફાયર વિભાગ દ્વારા કડક પગલાં રૂપે આઠ જીમખાના કે જેમને ફાયર સેફ્ટી સર્ટિફિકેટ લીધું ન હતું તેવા તમામ જીમખાનાને સીલ કરવામાં આવ્યાં હતાં.

અગાઉ 500 જેટલી દુકાનો કરાઈ હતી સીલ

ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા અગાઉ પણ 500 જેટલી દુકાનોને સીલ કરવામાં આવી હતી, જ્યારે સેક્ટર 11 ખાતે આવેલી મહત્વના કોમર્શિયલ કોમ્પલેક્ષને પણ સંપૂર્ણ રીતે સીલ કરવામાં આવ્યા હતા, ત્યારબાદ કોમ્પ્લેક્ષો દ્વારા ફાયર સેફ્ટી લીધા બાદ જ ફાયર વિભાગ દ્વારા તેમને ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી, ત્યારે આજે ફરીથી ગાંધીનગર ફાયર વિભાગ દ્વારા 8 જેટલા જીમખાના સીલ કરવામાં આવ્યા છે.

ABOUT THE AUTHOR

...view details