ગાંધીનગર: ગાંધીનગર શહેરમાં ગત 24 કલાકમાં એક પણ કોરોનાનો પોઝિટિવ કેસ નોંધાયો નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારમાંથી 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેમાં ગાંધીનગર તાલુકાના અડાલજમાં 42 વર્ષીય યુવાન, કુડાસણમાં 30 વર્ષીય યુવાન અને પોર ગામમાં 68 વર્ષીય વૃદ્ધ સામેલ છે.
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા - corona update
રાજ્યમાં કોરોના અટકવાનું નામ નથી લઇ રહ્યો. દિવસેને દિવસે કોરોનાના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે ગાંધીનગરથી સારા સમાચાર આવ્યા છે. ગત 24 કલાકમાં ગાંધીનગર શહેરમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાના નવા 8 કેસ પોઝિટિવ
આ ઉપરાંત દહેગામ શહેરની પૂર્ણિમા સ્કૂલ પાસે દૂધની ડેરી ધરાવતો 52 વર્ષીય આધેડ, લાખાના મુવાડામાં રહેતો અને સાંપાની ફેક્ટરીમાં નોકરી કરતો 22 વર્ષીય યુવાન, કલોલના કાર્તિક કોમ્પ્લેક્ષમાં રહેતી 60 વર્ષીય મહિલા, આશિયાના પાર્ક સોસાયટીમાં રહેતી 55 વર્ષીય મહિલા, મુબારકપુરના 52 વર્ષીય પુરૂષ અને આશા સોસાયટીમાં રહેતી 37 વર્ષીય મહિલા કોરોનાની ઝપેટમાં આવી છે.