ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્ય સરકાર ફાટકમુક્તિ આપશે, ઓવર અને અંડરબ્રિજ બનાવવા માટે 757 કરોડ ફાળવ્યા - અંડર બ્રિજ

રાજ્યમાં અનેક રસ્તા ઉપર રેલવે પસાર થઇ રહી છે. ત્યારે વાહન ચાલકોની સેફટીને લઈને રેલવે ફાટક હોય છે. પરંતુ રેલવે ફાટકમાં લોકોનો સમય ના બગડે અને ઉભું ન રહેવું પડે તે માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત કુલ 757 કરોડ રૂપિયા ફાળવીને રાજ્યમાં 16 ઓવરબ્રિજ અને 10 અંડર બ્રિજને સિદ્ધાંતિક મંજૂરી આપી છે.

amd
ગાંધીનગર

By

Published : Jan 31, 2020, 7:23 PM IST

Updated : Feb 1, 2020, 12:46 AM IST

ગાંધીનગર :અમદાવાદમાં રાણીપ રેલવે જીએસટી પાસે ઓવરબ્રિજના લોકાર્પણ સમયે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જાહેરાત કરી હતી કે, આવનારા સમયમાં રેલવે ફાટક ઇતિહાસ બનશે. જે જગ્યાએ રેલવે ફાટક છે. તે તમામ જગ્યાએ ઓવરબ્રિજ અથવા તો અંડરબ્રિજ બનાવવામાં આવશે. તે જાહેરાતને અનુલક્ષીને મુખ્ય પ્રધાન રૂપાણીએ આજે 757 કરોડ રૂપિયાના રેલવે ઓવર બ્રિજ અને અંડરબ્રિજના કામોને મંજૂરી આપી છે.

રાજ્ય સરકાર ફાટકમુક્તિ આપશે, ઓવર અને અંડરબ્રિજ બનાવવા માટે 757 કરોડ ફાળવ્યા

મહત્વની વાત કરવામાં આવે તો ઓખા ,પાલીતાણા ,પાટણ, તલોદ, વિસનગર ,કલમસર ,બારડોલીમાં એક એક રેલવે ઓવરબ્રિજ બનશે. જ્યારે વેરાવળ હિંમતનગર આણંદ અને પેટલાદમાં બે ઓવરબ્રિજ બનાવવામાં આવશે. આમ રાજ્યના 20 નગરપાલિકા વિસ્તારમાં રેલવે ક્રોસિંગ ઉપર 16 ઓવર બ્રીજ અને 10 અને બ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રેલવે પસાર થાય ત્યારે ફાટક બંધ કરવામાં આવે છે. અને વાહનચાલકોને 10 થી 15 મિનિટનો સમયગાળો ત્યાં પસાર કરવો પડે છે. પરંતુ હવે રાજ્ય સરકારના આ નિર્ણયથી લોકોને રેલવે ફાટક ઉપર ઉભું રહેવું પડશે નહિ અને રેલવે ફાટક એક ઈતિહાસ બની જશે.

Last Updated : Feb 1, 2020, 12:46 AM IST

ABOUT THE AUTHOR

...view details