- છેલ્લા 24 કલાકમાં 2,230 પોઝીટીવ કેસ નોંધાયા
- 7,109 દર્દીઓ કોરોનાને માત આપી
- છેલ્લા 24 કલાકમાં 23 દર્દીના મોત નિપજ્યા
ગાંધીનગર: રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની યાદી બહાર પાડવામાં આવે છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 281 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 2,107 દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે બરોડા 294, સુરત 184 અને રાજકોટમાં 126 કેસ નોંધાયા છે.
Gujrat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ આ પણ વાંચોઃ Gujarat corona update: છેલ્લાં 24 કલાકમાં 9,302 દર્દીઓ થયા સ્વસ્થ
આજે શનિવારે 1,97,993 વ્યક્તિનું રસીકરણ થયું
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જેમાં આજે શનિવારે 1,97,993 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું હતું. રાજ્યમાં 1,67,11,233 વ્યક્તિને રસી આપવામાં આવી છે. જ્યારે આજે 18 વર્ષથી વધુની ઉંમરના વ્યક્તિઓને 10 જિલ્લામાં 1,16,117 વ્યક્તિનું રસીકરણ કરવામાં આવ્યું છે.
Gujrat Corona Update: છેલ્લા 24 કલાકમાં 7,109 કોરોના દર્દીઓ થયા સ્વસ્થ આ પણ વાંચોઃ Gujrat Corona Update : છેલ્લા 24 કલાકમાં 3,085 પોઝિટિવ કેસ નોંધાયા, 10,007 ડિસ્ચાર્જ અને 36ના મોત
વર્તમાન પરિસ્થિતિ
રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 38,709 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 544 વેન્ટિલેટર પર અને 38,149 દર્દીઓ સ્ટેબલ છે. 9,790 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 7,57,124 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 93.98 ટકા સુધી પહોંચ્યો છે.