ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 7008 જુગારના ઝડપાયા કેસ, શ્રાવણ માસમાં પોલીસ વધુ એક્ટિવ બની - 7008 gambling cases

રાજ્યના પોલીસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ મહિનામાં કરેલી જુગારની કાર્યવાહીની જાહેરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી છેલ્લા પાંચ મહિનામાં કુલ 7008 જેટલા કેસ જુગારના નોંધવામાં આવ્યા છે.

રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 7008 જુગારના ઝડપાયા કેસ
રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 7008 જુગારના ઝડપાયા કેસ

By

Published : Aug 23, 2021, 6:38 PM IST

  • રાજયમાં છેલ્લા 5 મહિનામાં કુલ 7008 કેસ નોંધાયા
  • શ્રાવણ માસમાં પોલીસ જુગારીઓ પર ત્રાટક્યા
  • રાજ્ય પોલીસ વિભાગ દ્વારા જુગારના ગુનાઓની વિગત જાહેર કરાઈટ

ગાંધીનગર : ગુજરાતમાં શ્રાવણ માસ દરમિયાન જુગારનો એટલો ચસ્કો જામે છે કે, લોકો જુગાર રમવા માટે સ્પેશિયલ હોટેલ, કોટેજ અથવા તો એકાંત શોધતા હોય છે, જ્યારે અમુક લોકો ગ્રામ્ય વિસ્તારો તરફ પણ જતા હોય છે. રાજ્યના પોલીસ વિભાગ દ્વારા છેલ્લા પાંચ માસમાં કરેલી જુગારની કાર્યવાહીની જાહેરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાંથી છેલ્લા પાંચ મહિનામાં કુલ 7008 જેટલા કેસ જુગારના નોંધવામાં આવ્યા છે.

આ પણ વાંચો- અમદાવાદ: પોલસીકર્મીનો ભાઈ જ પોલીસના મકાનમાં જુગાર રમતાં ઝડપાયો

સૌથી વધુ જુગારના ગુના 859 અમદાવાદ શહેરમાં જોવા મળ્યા

જુગારમાં સમગ્ર રાજ્યમાં શહેરની વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના તમામ મોટા શહેરોમાં ફક્ત અમદાવાદ શહેરમાં 859 જેટલા સૌથી વધુ કેસ નોંધવામાં આવ્યા છે, ત્યારબાદ રાજકોટમાં 306, વડોદરામાં 242 અને અમદાવાદ પછી સુરત શહેરમાં 517 જેટલા જુગારના કેસ નોંધવામાં આવ્યા છે. આમ અમદાવાદ શહેર બાદ સુરતમાં પણ જુગારના સૌથી વધુ કેસ સામે આવ્યા છે, જ્યારે શ્રાવણ માસમાં આવનારા તહેવારો દરમિયાન જેવા કે જન્માષ્ટમીમાં પણ પોલીસ હજુ વધુ જુગારીઓ પર કડક કાર્યવાહી કરશે.

રાજ્યમાં છેલ્લા 5 મહિનામાં 7008 જુગારના ઝડપાયા કેસ
રાજયમાં રેન્જ પ્રમાણે જુગારના કેસ
રેન્જ કેસ
ભાવનગર 748
અમદાવાદ 645
ગાંધીનગર 576
બરોડા 565
બોર્ડર 516
સુરત 397
જૂનાગઢ 360
ગોધરા 170

શહેર પ્રમાણે ગુનાઓની વિગતો

શહેર ગુનાની વિગત
અમદાવાદ 859
સુરત 517
રાજકોટ 306
વડોદરા 242
અમદાવાદ ગ્રામ્ય 223
ખેડા 163
આણંદ 259
ગાંધીનગર 203
સાબરકાંઠા 56
અરવલ્લી 12
મહેસાણા 305
જામનગર 354
દ્વારકા 124
રાજકોટ ગ્રામ્ય 391
મોરબી 40
સુરેન્દ્રનગર 191
બનાસકાંઠા 128
કચ્છ ભુજ પૂર્વ 92
કચ્છ પશ્ચિમ 110
પાટણ 186
અમરેલી 206
ભાવનગર 308
બોટાદ 234
જુનાગઢ 214
ગીર સોમનાથ 83
પોરબંદર 63
બરોડા ગ્રામીણ 257
છોટાઉદેપુર 56
ભરૂચ 153
નર્મદા 99
પંચમહાલ 113
મહિસાગર 31
દાહોદ 26
સુરત ગ્રામ્ય 108
તાપી 79
વલસાડ 103
નવસારી 91
ડાંગ 16
આહવા 16
પશ્ચિમ રેલવે અમદાવાદ 2
પશ્ચિમ રેલવે બરોડા 5

100થી ઓછા કેસ ધરાવતા 13 જિલ્લાઓ

સમગ્ર રાજ્યમાં જુગારના કેસોની જો વાત કરવામાં આવે તો તમામ જિલ્લાઓમાંથી ફક્ત 13 જિલ્લાઓ એવા છે કે, જેમાં સૌથી ઓછા કેસ જુગારના નોંધાયા છે, જ્યારે તમામ જિલ્લાઓમાં ફક્ત અરવલ્લી જિલ્લામાં 12 જેટલા કેસ છેલ્લા પાંચ મહિનામાં જુગારના નોંધાયા છે. આમ 13 જિલ્લાઓની વાત કરવામાં આવે તો ડાંગ, આહવા, નવસારી, તાપી, દાહોદ, મહીસાગર, નર્મદા, છોટાઉદેપુર, પોરબંદર, ગીર-સોમનાથ, કચ્છ, ભુજ, પૂર્વ મોરબી અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં સૌથી ઓછા કેસ નોંધાયા છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં સૌથી વધુ જુગારના કેસો નોંધાયા છે. મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ પાંચ મહિનામાં 859 જેટલા કેસ નોંધાયા છે.

ABOUT THE AUTHOR

...view details