- અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલનું અત્યારસુધીમાં 67 ટકા કામ થયું પૂર્ણ
- 2022 સુધીમાં કામ પૂર્ણ કરી દેવામાં આવશે
- 18 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદીએ બીજા તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં આજે બુધવારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી બાબતે અમદાવાદના દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો. અમદાવાદ-ગાંધીનગર મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી અન્વયે પ્રથમ તબક્કાનું કામ 2018 સુધી પૂર્ણ કરવાનું આયોજન હતું, તે કામગીરી 31 ડિસેમ્બર 2020ની સ્થિતિએ કયા તબક્કે પહોંચી છે. જેમાં રાજ્ય સરકારે જણાવ્યું હતું કે, 34 કિલોમીટરમાં આશરે 67 ટકા કામ પૂર્ણ થયું છે.
અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિલોમીટર
અમદાવાદ મેટ્રો રેલ ફેઝ-1ની કુલ લંબાઈ 40.03 કિલોમીટર છે. જેમાં 6.5 કિલોમીટરની એક લાઈન માર્ચ 2019 અગાઉ કાર્યરત કરવામાં આવી હતી. જ્યારે, બાકીની 33.33 કિલોમીટરની કામગિરી હાલમાં ચાલી રહી છે. જે ઓગસ્ટ 2022 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે તેવી માહિતી વિધાનસભા ગૃહમાં આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ મેટ્રો ફેઝ-2નું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત, 2024 સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ થશે : મેટ્રો MD અમિત ગુપ્તા