- રાજ્યના ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ વિધાર્થીઓ નારાજ
- ફક્ત 65 જેટલા વિધર્થીઓ નરાજગી નોંધાઇ
- 65 જેટલા વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા
ગાંધીનગર : રાજ્યમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું આયોજન 1 જૂનના રોજ કરવામાં આવ્યું હતું. પરંતુ કોરોનાની વૈશ્વિક મહામારીની બીજી લહેરના કારણે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે ગુજરાત સરકારે પણ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહની પરીક્ષા રદ કરીને ધોરણ 10ના માર્કને આધારે ધોરણ 11નું પરિણામ અને ધોરણ 12નું શાળાકીય પરિણામના આધારે પરિણામ તૈયાર કરીને તમામ વિદ્યાર્થીઓને પાસ કર્યા હતા ત્યારે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકશે. જેમાંથી ફક્ત 65 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવાની નોંધણી કરાવી છે.
ફક્ત અમદાવાદમાં 12 ઓગસ્ટથી પરીક્ષા યોજાશે
વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા સચિવ જે.જી. પંડયાએ ETV Bharat સાથે ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે, વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ કુલ ૬૫ જેટલા વિદ્યાર્થીઓ જ ફરીથી પરીક્ષા આપવા માટે તૈયાર થયા છે. આમાં ફક્ત 65 જેટલા જ વિદ્યાર્થીઓ હોવાના કારણે સમગ્ર રાજ્યમાંથી ફક્ત અમદાવાદ સેન્ટર પર જ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ 12 ઓગસ્ટથી 14 ઓગસ્ટ દરમિયાન દિવસમાં બે પેપરનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યારે 17 અને 18 ઓગસ્ટના દિવસે તેઓની પ્રેક્ટિકલ પરીક્ષાનું પણ આયોજન કરાયું છે.
ક્યાં ગ્રેડમાં કેટલા વિદ્યાર્થીઓ થયા પાસ
ગ્રેડ | વિદ્યાર્થીઓ |
A1 | 3245 |
A2 | 15,284 |
B1 | 24,757 |
B2 | 26,831 |
C1 | 22,174 |
C2 | 12,071 |
D | 2609 |
E1 | 289 |
E2 | 4 |
ગ્રુપ Aનું પરિણામ
ગ્રેડ | વિદ્યાર્થીઓ |
A1 | 1629 |
A2 | 7780 |
B1 | 11,621 |
B2 | 10,695 |
C1 | 7319 |
C2 | 3384 |
D | 639 |
E1 | 75 |
E2 | 00 |
ગ્રુપ Bનું પરિણામ
ગ્રેડ | વિદ્યાર્થીઓ |
A1 | 1614 |
A2 | 7501 |
B1 | 13,131 |
B2 | 16,133 |
C1 | 14,854 |
C2 | 8685 |
D | 1970 |
E1 | 214 |
E2 | 4 |