ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 6,447 પોઝિટિવ આવ્યા, 9,557 દર્દી કોરોનાનો માત આપી, 67 દર્દીના થયા મૃત્યુ - Corona news

રાજ્યમાં છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો 6447 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે મંગળવારે સૌથી વધુ 9557 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે.

Corona news
Corona news

By

Published : May 18, 2021, 9:13 PM IST

  • રાજ્યમાં કોરોના પર કંન્ટ્રોલ
  • છેલ્લા 24 કલાકમાં 6447 પોઝિટિવ કેસ નોંધાયા
  • 9557 દર્દીઓ કોરોનાને માત આપી
  • છેલ્લા 24 કલાકમાં 67 દર્દીના મોત
  • અમદાવાદમાં 1862, બરોડા 442, સુરત 322 અને રાજકોટમાં 187 કેસ

ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે મહિનાના હવે સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકની અંદર 6447 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે મંગળવારે સૌથી વધુ 9557 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 67 જેટલા દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ પણ નોંધાયા છે. જ્યારે આજે કોરોનાથી થતા મૃત્યુમાં પણ ઘટાડો થયો છે.

ગુજરાત કોરોના અપડેટ

આ પણ વાંચો :ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં 15,076 દર્દીઓ થયા સ્વસ્થ

અમદાવાદમાં કોરોના કેસ ઓછા થયા

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં સૌથી વધુ 5000થી વધુ જ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે આજે અનેક દિવસો બાદ અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1862 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 2630 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે. જ્યારે વડોદરામાં 442, સુરતમાં 322 અને રાજકોટમાં 187 કેસ નોંધાયા છે.

કોરોના અપડેટ

આ પણ વાંચો : ગુજરાત કોરોના અપડેટ : કોરોનાના કેસમાં આંશિક ઘટાડો, 27 દિવસે 10 હજારથી ઓછા પોઝિટિવ કેસ નોંધાયા

19 મેના દિવસે પણ રસીકરણ બંધ

રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે, પરંતુ રાજ્યમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્ર સ્ટેન્ડ બાય હોવાને અનુલક્ષીને સમગ્ર રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી બુધવારે પણ સ્થગિત રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ કામગીરી હવે તારીખ 20 મે 2021 ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવશે.

વર્તમાન પરિસ્થિતિ

રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 96,443 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 755 વેન્ટિલેટર પર અને 95,688 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9269 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6,60,489 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 86.20 ટકા સુધી પહોંચ્યો છે.

ABOUT THE AUTHOR

...view details