- 16 જાન્યુઆરીથી થશે વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ
- ગાંધીનગર જિલ્લામાં 9 અને શહેરમાં 3 સેન્ટરો તૈયાર
- પીએમ મોદી શરૂ કરાવશે વેક્સિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ
ગાંધીનગર: કોરોના ની વૈશ્વિક મહામારી દરમિયાન ભારત દેશને કોરોના ની રસી પ્રાપ્ત થઈ છે જ્યારે જ્યારે તમામ રાજ્યોમાં રસી નું વિતરણ પણ કરવામાં આવ્યું છે અને 16 જાન્યુઆરીનાં રોજ દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી રસીકરણની પ્રક્રિયા શરૂ કરાવશે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં કુલ બાર જગ્યાઓ ખાતે રસીકરણ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરમાં ત્રણ અને ગાંધીનગર જિલ્લામાં કુલ નવ સેન્ટરો તૈયાર કરવામાં આવ્યા છે.
ગાંધીનગરનાં કલેકટર કુલદીપ આર્યા સાથે વાતચીત વેક્સિનેશન માટેની તાલીમ પૂર્ણગાંધીનગરનાં કલેકટર કુલદીપ આલિયાએ જણાવ્યું હતું કે, ૧૬મી જાન્યુઆરીથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વેક્સિનેશન પ્રક્રિયા શરૂ કરશે. તેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લામાં તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે ગાંધીનગર ગ્રામ્ય માટે કુલ ૧૪ હજાર જેટલા ડોઝ મોકલવામાં આવ્યા છે. ગ્રામ્યમાં 9 સેન્ટરોમાં 600 લોકોને પ્રથમ તબક્કામાં વેક્સિન આપવામાં આવશે. 16 જાન્યુઆરીનાં રોજ રસીકરણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ત્યારે રસીકરણ માટેની તાલીમ પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકાર દ્વારા ડ્રાય રનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ટ્રાયલ દરમિયાન જ તમામ કર્મચારીઓને રસીકરણની તાલીમ પણ આપી દેવામાં આવી હતી.
ક્યાં ક્યાં આપવામાં આવશે વેક્સિન?
પ્રાતિયા PHC
છાલા CHC
રખિયાલ CHC
પ્લુન્દ્રા PHC
ધીગુચા CHC
મુખાજન PHC
માણસાનાં પુલન્દ્રા PHC
એપોલો હોસ્પિટલ