- રાજ્યમાં કોરોના કેસમાં વધારો
- છેલ્લા 24 કલાકમાં 54 પોઝિટિવ કેસ નોંધાયા
- 5 કોર્પોરેશન અને 9 જિલ્લામાં કોરોનાના કેસ
ગાંધીનગર: ગુજરાતમાં કોરોનાના કેસ (Corona cases in Gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (Corona transition) કાબુ કરવા રાજ્ય સરકાર સફળ નીવડી હતી પણ હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ત્યારે નવેમ્બર માસની 17 તારીખે પણ સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન- અમદાવાદ (Ahmedabad), સુરત (Surat), વડોદરા (Vadodara), જુનાગઢ (Junagadh) અને રાજકોટ કોર્પોરેશન (Rajkot Corporation)માં કેસ નોંધાયા છે.
9 જિલ્લામાં કોરોનાના કેસ
આ ઉપરાંત 33 જિલ્લામાંથી 9 જિલ્લા- સુરત, વડોદરા, કચ્છ, વલસાડ, ભરૂચ, જામનગર, નવસારી, રાજકોટ અને તાપી જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 54 કોરોના પોઝિટિવ કેસ (Corona Positive Cases) નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસોમાં વધારો
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (Health Department Gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 કોર્પોરેશન- અમદાવાદ, સુરત, વડોદરા, જુનાગઢ અને રાજકોટ કૉર્પોરેશન વિસ્તારમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 28 પોઝિટિવ કેસ નોંધાયા છે. 3 દર્દીઓને રજા આપવામાં આવી છે. વડોદરામાં 04, રાજકોટમાં 02 અને સુરતમાં કોરોનાના 04 કેસ નોંધાયા છે.