- છેલ્લા 24 કલાકમાં 5246 પોઝિટિવ કેસ નોંધાયા
- 9001 દર્દીઓ કોરોનાને આપી માત
- છેલ્લા 24 કલાકમાં 71 દર્દીના મોત
ગાંધીનગર: રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, જોકે, મે મહીનામાં કોરોનાના કેસમાં ઘટોડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના 5246 પોઝિટિવ કેસ નોંધાયા છે. આજે બુધવારે વધુ 9001 દર્દીઓએ કોરોનાને માત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 71 દર્દીના કોરોનાથી મૃત્યુ પણ થયા છે.
અમદાવાદમાં કોરોનાના કેસ ઓછા થયા
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદી પ્રમાણે છેલ્લા કેટલાય દિવસથી અમદાવાદમાં કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. પહેલા અમદાવાદ શહેરમાં 5000થી વધુ પોઝિટિવ કેસ નોંધાતા હતા, જોકે, આજે બુધવારે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 1296 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 1533 જેટલા દર્દીઓએ કોરોનાને માત આપી છે. વડોદરામાં 436, સુરતમાં 319 અને રાજકોટમાં 168 કેસ નોંધાયા છે.
20 મેથી રસીકરણ ફરી શરૂ
રાજ્યમાં કોરોના સામે લડવા વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. પરંતુ રાજ્યમાં પ્રવર્તમાન વાવાઝોડા અને વરસાદની પરિસ્થિતિમાં આરોગ્ય તંત્રએ રાજ્યમાં કોરોના રસીકરણની કામગીરી સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે. આ કામગીરી હવે તારિખ 20 મે 2021 ગુરુવારથી ફરી શરૂ કરવામાં આવશે, જ્યારે 45 વર્ષથી ઉપરના લોકોના રસીકરણ માટે અમદાવાદ શહેરમાં યોજવામાં આવેલા ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન સેન્ટર પણ બંધ રહેશે.
આ પણ વાંચોઃજહોનસન અને જોહ્ન્સનને કોવિડ -19 રસી બનાવવા માટે બાયોલોજિકલ ઇ લિ.સાથે હાથ મિલાવ્યા
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ
રાજ્યમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 92,617 એક્ટિવ કેસ છે. જેમાં 742 વેન્ટિલેટર પર અને 91,875 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 9340 દર્દીના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 6,69,490 દર્દીઓએ કોરોનાને માત આપી છે. ગુજરાતમાં રિકવરી રેટ 86.78 ટકા સુધી પહોંચ્યો છે.