ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજયમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં 5106 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે - શિક્ષણ સહાયકોની ભરતી

ગાંધીનગર: રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી ઘટનાને લઈને રાજ્ય સરકાર દ્વારા હવે સરકારી શાળામાં શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં રાજયની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી પ્રક્રિયાના તબકકા અને કાર્યવાહી અંગેની સુચિત તારીખો જાહેર કરાઇ છે. જે મુજબ ઉમેદવારો 8 ડિસેમ્બર સુધી ઓનલાઇન અરજી પત્રકોમાં સુધારા કરી શકશે. ભરતીમાં માધ્યમિક શાળામાં 1913 શિક્ષક સહાયકની ભરતી કરાશે, ઉચ્ચતર માધ્યમિક શાળામાં 3193 શિક્ષક સહાયકોની ભરતી કરાશે.

5106 education assistants will be recruited in government and grant schools in the state
પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ

By

Published : Dec 3, 2019, 11:13 PM IST

શિક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે ઉમેદવારોએ ભરેલી વિગતોના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-(PML-1) 12 ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે, જેમાં સમાવેશ પામેલા ઉમેદવારોના ડોકયુમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયા 17 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

ડોકયુમેન્ટ વેરીફીકેશનના આધારે પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ-2 (PML-2) 20 ડિસેમ્બરના રોજ પ્રસિધ્ધ કરવામાં આવશે. મેરીટ બાબતે ઉમેદવારોને જો કોઇ વાંધા હોય તો વાંધા અરજીઓ 27 ડિસેમ્બર સુધી કરી શકાશે. વાંધા અરજીઓના આધારે ઉપલબ્ધ જગ્યાઓ મુજબ વિષયવાર અને કેટેગરીવાર પસંદગી યાદી અને જગ્યાઓના 20 ટકા મુજબ 30 ડિસેમ્બર સુધી વેઇટીંગ લિસ્ટ તૈયાર કરવામાં આવશે.

પસંદગી યાદીમાં સમાવેશ પામેલા ઉમેદવારોની ઓનલાઇન સ્થળ પસંદગી પ્રક્રિયા 31 ડિસેમ્બરથી 5 જાન્યુઆરી સુધી હાથ ધરવામા આવશે. 7 જાન્યુઆરીના રોજ ઉમેદવારોને સ્થળ પસંદગી મુજબના સ્થળ માટે ભલામણ પત્ર આપવામાં આવશે. ભલામણ પત્ર મેળવેલ ઉમેદવારોએ નિમણુંક હુકમ માટે સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારીનો 10 જાન્યુઆરી સુધીમાં સંપર્ક કરી નિમણુંક હુકમ મેળવવાનો રહેશે. નિમણૂંક હુકમ મેળવેલ ઉમેદવારોએ સંબંધિત શાળામાં દિન 7માં હાજર થવાનું રહેશે.

ABOUT THE AUTHOR

...view details