- હાલમાં 507 જેટલા ગુજરાત માછીમારો પાકિસ્તાન જેલમાં
- રાજ્ય સરકારે વર્ષ 2020-21માં 10 લેખિત અરજી કેન્દ્રમાં કરી
- છેલ્લા 2 વર્ષમાં રાજ્ય સરકારે ફક્ત 18 અરજીઓ કેન્દ્રમાં કરી
ગાંધીનગર: ગુજરાત રાજ્ય 1600 કિલોમીટર લાંબો દરિયાકિનારો ધરાવે છે. ગુજરાતના દરિયામાં આંતરરાષ્ટ્રીય જળસીમા (International Waters) પાસે ગુણવત્તાસભર અને કિંમતી માછલીઓ પ્રાપ્ત થાય છે. ત્યારે આ કિંમતી માછલીઓ મેળવવાની ઘેલછાએ ઘણાબધા ગુજરાતી માછીમારો આંતરરાષ્ટ્રીય જળસીમાને પાર કરીને પાકિસ્તાનની સીમમાં પહોંચી જાય છે અને પાકિસ્તાની કોસ્ટ ગાર્ડ દ્વારા તેમને પકડી લેવામાં આવે છે. હાલમાં આ રીતે પકડાયેલા 509 ગુજરાતી માછીમારો પાકિસ્તાનની જેલમાં સજા ભોગવી રહ્યા છે.
ગુજરાત સરકારે કરી છે કેન્દ્ર સરકારમાં અરજી
ગુજરાતના માછીમારોને માછીમારી કરતી વખતે પાકિસ્તાની સીમામાં ઘૂસી જાય છે. ત્યારે પાકિસ્તાનની સેના દ્વારા ભારતીય માછીમારોની ધરપકડ કરવામાં આવે છે. જે પૈકી વર્ષ 2019માં રાજ્ય સરકારે 8 તથા વર્ષ 2020-21 માં કુલ 10 અરજી કેન્દ્ર સરકારને ગુજરાતના માછીમારોને છોડાવવા માટે કરી હતી. આમ, ફક્ત 2 વર્ષમાં ગુજરાત સરકારે 18 અરજીઓ કેન્દ્ર સરકારમાં કરી છે. જ્યારે છેલ્લા 2 વર્ષમાં કુલ 376 જેટલા માછીમારોને પાકિસ્તાનમાંથી મુક્ત કરાવવામાં આવ્યા છે.